બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / BJP will be announce the list of Wise observers tomorrow

ગુજરાત ઇલેક્શન 2022 / વિધાનસભા ચૂંટણીને લઇ ભાજપ એક્શન મોડમાં, આવતીકાલે જાહેર કરશે વાઇઝ નિરીક્ષકોની યાદી

Dhruv

Last Updated: 02:38 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે આવતીકાલે ભાજપ વિધાનસભા વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરશે.

  • વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં
  • આવતીકાલે ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરશે
  • 3 દિવસ નિરીક્ષકો વિધાનસભામાં ક્ષેત્રમાં વિતાવશે

ટૂંક સમયમાં ગમે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. જેને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીમાં જોતરાઇ ગયા છે. દરેક પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ખેલી રહ્યાં છે. પક્ષના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત આવી મતદારોને રિઝવવાના સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આવતીકાલે ભાજપ વિધાનસભા વાઇઝ નિરીક્ષકોની યાદી જાહેર કરવા જઇ રહ્યું છે. નિરીક્ષકોની જાહેરાત બાદ 3 દિવસનો સમય નિરીક્ષકો વિધાનસભામાં ક્ષેત્રમાં વિતાવશે.

ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરશે

ભાજપ 3-3 નિરીક્ષકોની પ્રત્યેક વિધાનસભા બેઠકમાં નિમણૂંક કરશે. તમને જણાવી દઇએ કે, સાંસદ સભ્યો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોમાંથી નિરીક્ષકો બનશે. 3 દિવસ સુધી નિરીક્ષકો ગ્રાઉન્ડમાં રહી ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના નામો પ્રદેશ ભાજપને સોંપશે.

ભાજપે હવે મુરતિયા ઉતારવા કમર કસી લીધી

નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election) પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તો આ તરફ ભાજપે (BJP) પણ હવે મુરતિયા ઉતારવા કમર કસી લીધી છે. ત્યારે આવતીકાલે ભાજપ નિરીક્ષકોની યાદી જાહેર કરશે. 33 જિલ્લા અને 8 મહાનગરો માટેની યાદી ભાજપ જાહેર કરશે. આ નિરીક્ષકો ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતને ઘમરોળશે. ત્રણ-ત્રણ નિરીક્ષકોની (Observer) બનેલી આ ટીમ તારીખ 27થી 29 ઓક્ટોબર દરમિયાન દાવેદારોને સાંભળશે. જે-તે જિલ્લાના સ્થાનિક આગેવાનો સાથે પણ નિરીક્ષકો બેઠક કરશે. તમને જણાવી દઈએ કે મંત્રીઓ તેમજ પૂર્વ મંત્રીઓને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

નિરીક્ષકો 3 દિવસના પ્રવાસ દરમિયાન દાવેદારોના બાયોડેટા સ્વીકારશે

મહત્વનું છે કે, નિરીક્ષકો 3 દિવસના પ્રવાસ દરમિયાન દાવેદારોના બાયોડેટા સ્વીકારશે. તદુપરાંત જિલ્લા સંગઠન સાથે દાવેદારોમાંથી યાદી બનાવી પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જ્યાર બાદ ઉમેદવારોની યાદી પર અંતિમ મહોર લાગશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ભાજપ રિપીટ થિયરી અપનાવશે કે પછી નવા ચહેરા પર વિશ્વાસ મૂકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ