બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP state president C.R. Patil advised Bayad MLA Dhavalsinh zala

રાજકારણ / VIDEO:'ધવલસિંહ હવે ગુંદર લગાઇ દેજો, અમારા કાર્યકર્તાને હેરાન ન કરતા', બાયડના MLAને CR પાટીલની ટકોર

Malay

Last Updated: 12:30 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aravalli News: બાયડના અપક્ષ MLA ધવલસિંહ ઝાલા ભાજપના કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને પહોંચ્યા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ધવલસિંહને કહ્યું કે, હવે આમ તેમ ન જતાં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા.

  • બાયડના MLA પહોંચ્યા ભાજપના કાર્યક્રમમાં
  • ધવલસિંહ ઝાલા ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા
  • સી.આર પાટીલે ધવલસિંહને આપી સલાહ
  • હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડીને રહેજો: પાટીલ

'રાજનીતિમાં કોઈ મિત્ર કે દુશ્મન હોતું નથી' એ કહેવત અરવલ્લી જિલ્લામાં સાર્થક થતી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આજે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપના એક કાર્યક્રમમાં ભાજપનો ખેસ પહેરીને પહોંચ્યા હતા. આજે અરવલ્લી જિલ્લાના મોડાસા-ધનસુરા અને માલપુર તાલુકા ભાજપ સંગઠનના તાલુકા કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. MLA ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ પહેરીને કાર્યક્રમમાં પહોંચતા પાર્ટીના કાર્યકરો પણ અચરજમાં મુકાયા હતા. 

ધવલસિંહ ઝાલાને સી.આર.પાટીલની સલાહ
આ કાર્યક્રમમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સલાહ આપી હતી. સી.આર પાટીલે મંચ પરથી કહ્યું હતું કે, 'બાયડના ધારાસભ્ય પહેલા કોંગ્રેસ પછી ભાજપ અને ત્યારબાદ અપક્ષ અને પછી પાછું......પણ ધવલસિંહ આ બાયડના લોકો અને અરવલ્લીના લોકો હવે તમારી પાસે અપેક્ષા કરે છે, તમે હવે ગુંદર લગાવી લો.  આમ તેમ જતાં નહીં અને અમારા કાર્યકર્તાઓને હેરાન ન કરતા. અમારા દરેક કાર્યકર્તાઓમાં થોડી-થોડી નારાજગી છે, બધાની માફી માંગી લેજો.' સી.આર પાટીલના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ધવલસિંહ ફરી ભાજપમાં સત્તાવાર રીતે આવી ગયા છે.

ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ)

અપક્ષ ચૂંટણી લડ્યા હતા ધવલસિંહ
ગત વિધાનસભાની ચૂંટણીમાં અરવલ્લીની બાયડ બેઠક ઉપર ધવલસિંહ ઝાલાની જીત થઈ હતી. મહત્વનું છે કે, ભાજપે તેમની ટિકિટ કાપતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક પર આ વખતે ખરા-ખરીનો જંગ ખેલાયો હતો. કારણ કે ભાજપે ધવલસિંહ ઝાલાનું પત્તુ કાપીને આ બેઠક પર ભીખીબેન પરમારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. 

VTV Gujarati News and Beyond on Twitter: "બાયડે કોંગ્રેસ-AAP-BJPને કર્યું  બાય બાય #GujaratElectionResult #GujaratElections2022 #GujaratAssemblyPolls  #GujaratResultsOnVTV #Dhavalsolanki #bayad #vtvcard https://t.co/1j6U4jfJeN  ...

ધવલસિંહ ઝાલાની થઈ હતી જીત
ગુજરાતમાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત કરી રહેલી અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીએ ચુનીભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ તમામને હરાવી દીધા હતા.
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ