બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વિધાનસભા સત્ર પહેલા ભાજપ ધારાસભ્યોની બેઠક મળી, તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના
Last Updated: 11:34 AM, 16 February 2026
વિધાનસભા સત્ર પહેલા ભાજપે ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકનું અધ્યક્ષસ્થાન ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં પક્ષના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
સત્ર દરમિયાન ગૃહમાં અસરકારક કામગીરી થાય અને સરકારના કાર્યક્રમો સુચારૂ રીતે આગળ વધે તે માટે ધારાસભ્યોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને ગૃહમાં ચર્ચા સમયે વિપક્ષના ઘેરાવ કે આક્ષેપો સામે સંયમિત અને તથ્યાધારિત પ્રતિક્રિયા આપવા સૂચના આપવામાં આવી હતી.

ADVERTISEMENT
ભાજપ દ્વારા સિંગલ લાઈન વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે. મહત્વના બિલો પર ચર્ચા અને મતદાન સમયે ગેરહાજરી ન રહે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

ADVERTISEMENT
આ ઉપરાંત બજેટ પર ચર્ચા અને તેના પારિત થવાના પ્રસંગે વિશેષ હાજરી સુનિશ્ચિત કરવા ભાર મૂકાયો હતો. પક્ષની એકતા અને ગૃહમાં સંકલિત અભિગમ જાળવવા નેતૃત્વ દ્વારા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ પોલીસ કમિશનરો તપાસ કરી રહ્યાં છે, અમદાવાદ-વડોદરામાં બોમ્બની ધમકી પર હર્ષ સંઘવી-રિવાબા જાડેજાની પ્રતિક્રિયા
ADVERTISEMENT
આ બેઠકને આવનારા સત્ર માટેની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે. જેમાં શાસક પક્ષ વિધાનસભામાં મજબૂત ઉપસ્થિતિ સાથે પોતાની ભૂમિકા નિભાવવાની તૈયારી દર્શાવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.