બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / BJP Likely To Retain Power In Uttarakhand, Goa & Manipur.

સર્વેનું તારણ / 2022 માં અખિલેશ કે માયાવતી નહીં આ નેતા બનશે યુપીના CM, ABP સર્વેમાં રસપ્રદ તારણ

Hiralal

Last Updated: 08:26 PM, 3 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીની 2022 ની ચૂંટણી ભાજપ ફરી વાર સત્તામાં આવી શકે છે તેવું તારણ ABP અને સી વોટર સર્વેમાં અપાયું છે.

  • યુપી વિધાનસભાની ચૂંટણીનો સર્વે 
  • યુપીની 2022 ની ચૂંટણીમાં ભાજપની જીત નક્કી
  • ABP અને સી વોટર સર્વેમાં ભાજપને વધારે બેઠકોનું અનુમાન
  • સીએમ યોગીના કામથી 44 ટકા લોકો સંતુષ્ટ-સર્વેનું તારણ 

ભાજપને સૌથી વધારે 259-267 બેઠક મળવાનું અનુમાન

યુપીની 2022 ની ચૂંટણીને લઈને ABP અને સી વોટર સર્વે કર્યો છે. સર્વેમાં જણાવાયું છે કે 2022 ની ચૂંટણીમાં યુપીમા ભાજપ ફરી વાર સત્તા પર આવી શકે છે. સર્વેમાં ભાજપને સૌથી વધારે 259-267 બેઠક મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.

યુપીમાં કોને કેટલી બેઠકો 
ABP Cvoter ના સર્વે મુજબ ભાજપ ફરી એકવાર ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. ભાજપ 259 થી 267 બેઠકો મેળવી શકે છે. બીજી બાજુ, સમાજવાદી પાર્ટીને 109-117 બેઠકો, બસપાને 12-16 બેઠકો મળી શકે છે. આ સિવાય કોંગ્રેસને 3-7 અને અન્યને 6-10 બેઠકો મળી શકે છે.

મુખ્યમંત્રી યોગીના કામથી કેટલા સંતુષ્ટ?
એબીપી ન્યૂઝ સી-વોટર સર્વે દરમિયાન જ્યારે સીએમ યોગી કામથી કેટલા સંતુષ્ટ છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે 44 ટકા લોકોએ કહ્યું કે તેઓ ખૂબ સંતુષ્ટ છે. 18 ટકા ઓછો સંતુષ્ટ. 37 ટકા અસંતુષ્ટ છે અને એક ટકાએ કહ્યું કે તેઓ ના કહી શકતા નથી. 

ભાજપને યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં  સત્તા મળી શકે છે 

ABP અને સી વોટર સર્વેમાં જણાવ્યાનુસાર ભાજપને યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં  સત્તા મળી શકે છે. 

પંજાબમાં કોંગ્રેસને 38-46, આપને 51-57 બેઠક મળી શકે
પંજાબ વિધાનસભાની ચૂંટણીને લઈને કરાયેલા સર્વેમાં કોંગ્રેસને 38-46 બેઠક મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 51 થી 57 બેઠક મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ