બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / બિઝનેસ / Politics / biz govt approves amendments to companies act

રાહત / કોર્પોરેટ ક્ષેત્રનો સરકાર પર ભરોસો બન્યો રહે તે માટે સરકાર ઉદ્યોગપતિઓને આપવા જઈ રહી છે આ રાહત

Dharmishtha

Last Updated: 10:14 AM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યવસાયને વધુ સરળ બનાવવા અને વિવિધ પ્રકારના ગુનાહિત કાર્યવાહીથી ઉદ્યોગપતિઓને રાહત આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ સમિતિએ બુધવારે કંપની સુધારા બિલ 2020 ને મંજૂરી આપી હતી. આ બિલમાં કંપનીના અધિનિયમ 2013 ની કલમ 65 માં સુધારણા કરવા માટે 72 પ્રકારનાં પરિવર્તન લાવવામાં આવશે. જેથી ઉદ્યોગપતિઓને વ્યવસાય દરમિયાન કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

  • વિવિધ ડિફોલ્ટર્સના કેસમાં કાર્યવાહીથી મુક્તિ અપાશે
  • ઉદ્યોગસાહસિકને ગુનાહિત કાર્યવાહીથી મુક્તિ અપાશે
  • કેટલાક કેસોમાં જેલ જવાના જોગવાઈને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ

ઉદ્યોગપતિઓને હવે નહીં જવુ પડે જેલ

મુખ્ય ઉદ્દેશ એ છે કે અનેક પ્રકારના ડિફોલ્ટરોની ઘટનામાં ઉદ્યોગપતિઓને ઉદ્દેશથી ગુનાહિત કાર્યવાહીથી મુક્તિ આપવાનો છે. જેથી સરકાર માટે કોર્પોરેટમાં વિશ્વાસ વધારે મજબૂત બને. 35 પ્રકારના ટેક્નિકલ ડિફોલ્ટરોની ઘટનામાં ગુનાહિત કાર્યવાહીથી રાહત સાથે ઘણા કેસમાં જેલમાં જવાની જોગવાઈને રદ કરવાનો પ્રસ્તાવ છે.

દર વર્ષે તેમની આવકનો 2% CSR હેઠળ ખર્ચ કરવો ફરજિયાત

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે, કાયદાને અનુસરનારા ઉદ્યોગપતિઓને રાહત આપવા માટે આ સુધારા કરવામાં આવી રહ્યા છે. તેમણે માહિતી આપી કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (CSR) ના કિસ્સામાં પણ કંપનીઓને રાહત આપવામાં આવશે. તેમણે જણાવ્યુ હતુ કે જે કંપનીઓએ CSR હેઠળ 50 લાખ કે તેથી ઓછા ખર્ચ કરવા પડશે તેઓને CSR સમિતિની સ્થાપના કરવાની જરૂર રહેશે નહીં. બીજી બાજુ, જો કોઈ કંપની નાણાકીય વર્ષમાં તેની આવકના 2 ટકાથી વધુનો ખર્ચ CSR હેઠળ કરે છે, તો પછી તે આવતા વર્ષે 2 ટકાથી વધુ રકમનો સમાવેશ કરી શકે છે. CSR હેઠળ આવતા કંપનીઓ માટે દર વર્ષે તેમની આવકનો 2% CSR હેઠળ ખર્ચ કરવો ફરજિયાત રહેશે.

વિદેશી મૂડી ભારતમાં લાવવાની પણ મંજૂરી મળશે

ભારતીય કંપનીઓને હવે વિદેશી બજારમાં યાદીબદ્ધ થઈ શકે છે. બુધવારે કેબિનેટના નિર્ણયથી વિદેશી બજારમાં ભારતીય કંપનીઓની યાદીબદ્ધ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે. કંપની કાયદામાં નવી જોગવાઈ હેઠળ આ શક્ય બનશે. આ જોગવાઈ અંતર્ગત ભારતીય બજારમાં લિસ્ટેડ અને અન લિસ્ટેડ બંને કંપનીઓને વિદેશી બજારમાં પ્રવેશવાની તક મળશે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ભારતીય કંપનીઓને વિદેશી બજારમાં તેમનો વ્યવસાય વધારવાની સાથે સાથે વિદેશી મૂડી ભારતમાં લાવવાની પણ મંજૂરી મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ