બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biporjoy will call Baghdati from today in Gujarat: Heavy rain forecast in so many districts

બિપોરજોય અપડેટ / ગુજરાતમાં આજથી બિપોરજોય બોલાવશે બઘડાટી: આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Priyakant

Last Updated: 09:40 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone In Gujarat News: અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું,  આજે આ જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની આગાહી

  • ગુજરાતમાં બિપોરજોયનું સંકટ
  • વાવાઝોડાને લઈ વરસાદની આગાહી
  • ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી

બિપોરજોય વાવાઝોડાની રાજ્યભરમાં અસર જોવા મળશે. જેને લઈ આજે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે, વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. 

 

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. 

ભારે પવનની પણ કરાઇ આગાહી 
આ તરફ બીપોરજોય વાવાઝોડાને લઈ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં ભારે પવનની આગાહી કરાઇ છે. આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ અને ભારે વરસાદની પણ આગાહી કરાઇ છે. બીપરજોય વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. 

24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી
તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી,  જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ ખાબકી શકે છે. 

વરસાદને લઈ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. 

ગુજરાતના કેટલાક જિલ્લાઓની શાળામાં રજા જાહેર કરાઈ
બિપોરજોય વાવાઝોડાના ખતરાને જોતા દરિયા કાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. નવસારીના દરિયાકાંઠાના ગામોના બીચ પર સહેલાણીઓની પ્રવેશબંધી કરવામાં આવી છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર સહેલાણીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવલ, કોટેશ્વર મંદિર 3 દિવસ યાત્રાળુઓ માટે બંધ કરાયું છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં 2 દિવસ, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે. તો ગીર સોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ