બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / biker killed by electrocution in water near Gorna well ahmedabad

દુર્ઘટના / અમદાવાદીઓ ધ્યાન રાખીને ઘરે જજો! ગોરના કુવા નજીક પાણીમાં વીજ વાયરનો કરંટ ફેલાતા બાઈકચાલકનું મોત

Kishor

Last Updated: 11:42 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વરસાદના બીજા રાઉન્ડમાં આજે પૂર્વથી લઇને પશ્ચિમ સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જેમાં દક્ષીણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

  • દક્ષીણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો
  • અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી પાણી 
  • BRTSનો રૂટ પણ બંધ કરવામાં આવ્યો

થોડા દિવસના વિરામ બાદ આજે ફરી અમદાવાદ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ કરતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. જેંને લઈને લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો.આ દરમિયાન અમદાવાદમાં ગોરના કુવા નજીક વરસાદી પાણીથી દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના જસોદાનગરથી મણીનગર જતા રોડ પર પાણી ભરાયા હતા. જેમાં ગોરના કુવા નજીક પાણીમાં કરંટ ફેલાતા બાઈકચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રોડ પર જીવંત વીજ વાયર પડયો હતો જેને લઈને રોડ પર ભરાયેલા પાણીમાં કરંટ લાગ્યો હતો આ દરમિયાન યુવાન બાઇક લઈને પસાર થતો હતો. ત્યારે તેને જોરદાર આંચકાનો અનુભવ થયો હતો. જે વીજવાયર યુવાનને ભરખી જતા પરિવારમાં કાળો કલ્પાંત ફેલાયો છે.

BRTSનો રૂટ પણ બંધ કરી દેવાની નોબત આવી 
અમદાવાદના બોડકદેવ, હાટકેશ્વર, આંબાવાડી, માનસી સર્કલ, હિંમતલાલ પાર્ક નવરંગપુરા, બાપુનગર, નરોડા, પ્રહલાદનગર, ચાંદખેડા, ચાંદલોડિયા, કાલુપુર, વસ્ત્રાપુર, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લઈને ચોતરફ પાણી...  પાણી જેવી સ્થિતિ સર્જાઇ હતી. આમ અમદાવાદમાં પૂર્વથી માંડીને પશ્ચિમ સુધી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેને લઈને   ઇસનપુર વિસ્તાર, રામવાડી ટેકરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ દરમિયાન BRTSનો રૂટ પણ બંધ કરી દેવાની નોબત આવી પડી હતી. ઉપરાંત નારોલ સર્કલથી ઇસનપુર રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

નારોલથી ઈસનપુર રોડ પર ઘુંટણસમા પાણી ભરાતા વાહનો અટવાયા
અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ આશરે 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષીણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ જ્યારે પૂર્વ ઝોનમાં 2.5 ઈંચ, પશ્ચિમ ઝોનમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. વધુમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 0.5 ઈંચ, દક્ષીણ પશ્ચિમમાં 0.5 ઈંચ વરસાદ પડયો હતો. તથા શહેરના મધ્ય ઝોનમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ઉત્તર ઝોનના વિસ્તારોમાં પણ અડધો ઈંચથી વધુ વરસાદ ખબક્યો હતો. મણીનગર અને વટવામાં 3-3 ઈંચ, ચકુડીયા વિસ્તારમાં 3.15 ઈંચ, ઓઢવમાં 2.5 ઈંચ, વિરાટનગરમાં 2.5 ઈંચ, નિકોલમાં 2 ઈંચ, રામોલમાં 3 ઈંચ, કઠવાડામાં 1.5 ઈંચ, ટાગોર કંટ્રોલ વિસ્તારમાં 1.5 ઈંચ વરસાદ, બોડકદેવમાં એક ઈંચ, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 1.5 ઈંચ વરસાદ પડયો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પૂર્વ વિસ્તારોમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા.રામવાડી વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. વધુમાં નારોલથી ઈસનપુર રોડ પર ઘુંટણસમા પાણી ભરાતા વાહનો અટવાયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ