બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ટેક અને ઓટો / bike cyborg armour electric cruiser motorcycle range price features

ઓટો / માત્ર 172 રૂપિયામાં આખો મહિનો બાઇક પર ફરો! ડિઝાઇન એવી કે યુવાનોનું મન મોહી લેશે, જુઓ કઈ છે આ જોરદાર બાઇક?

Arohi

Last Updated: 01:30 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electric Cruiser Bike: તને આમ તો ઘણા પ્રકારની ઈલેક્ટ્રિક બાઈક્સ જોઈ હશે પરંતુ આજે અમે તમને એવી બાઈક વિસે જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ અલગ છે. આ દેશની પહેલી ઈલેક્ટ્રિક બાઈક છે જેને ક્રૂઝર ડિઝાઈનમાં લાવવામાં આવી છે.

  • 172 રૂ.માં આખો દિવસ ફેરવો બાઈક 
  • દેશની પહેલી ક્રૂઝર ડિઝાઈનની ઈલેક્ટ્રિક બાઈક 
  • જાણો કિંમત અને ફિચર્સ વિશે 

ઈન્ડિયન માર્કેટમાં હવે ઈલેક્ટ્રિક સ્કૂટર જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક બાઈક્સનો પણ ક્રેઝ વધી રહ્યો છે. માર્કેટમાં ઘણી કંપનીઓ સ્પોર્ટ્સ, રોડસ્ટર અને નેકેડ ડિઝાઈનની ઈલેક્ટ્રિક બાઈક્સ ઉતારી ચુકી છે. ઈલેક્ટ્રિક બાઈકની સૌથી મોટી ખાસીયત એ છે કે આવા લોકો જે ઈલેક્ટ્રિક સ્કૂટર નથી ખરીદવા માંગતા તે દમદાર લુક વાળી ઈલેક્ટ્રિક બાઈક ખરીદી શકે છે. 

ઘણા ઈલેક્ટ્રિક બાઈક્સમાં તો તમને ઈલેક્ટ્રિક સ્કૂટરથી પણ વધારે રેન્જ મળે છે. આ એટલા માટે કારણ કે તેમાં બેટરીના લગાવવાની વધારે જગ્યા હોય છે. આ કારણે કંપનીઓ તેમાં મોટી બેટરી લગાવે છે જેનાથી તેમની રેન્જ વધી જાય છે. 

ક્રૂઝર ડિઝાઈનની ઈલેક્ટ્કિ બાઈક 
તમે આમ તો ઘણા પ્રકારની બાઈક જોઈ હશે પરંતુ આજે અમે તમને જે બાઈક વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે સાઈબર્ગ આર્મર જે એક ક્રૂઝર ડિઝાઈનની ઈલેક્ટ્રિક બાઈક છે. આ દેશની પહેલી ઈલેક્ટ્રિક બાઈક છે જેને ક્રૂઝર ડિઝાઈનમાં લાવવામાં આવી છે. આવો જાણીએ ખાસ ડિટેલ્સ...

શાનદાર છે ડિઝાઈન અને ફિચર્સ 
કંપનીએ આ હાર્લે-ડેવિડસનની મોટરસાઈકલ જેવી ડિઝાઈન કરી છે. તેમાં એખ મસ્કુલર ફોક્સ ફ્યૂલ ટેન્ક, એલઈડી હેડલેમ્ર, ઈલઈડી ટેલ લાઈટ અને રેજ્ડ હેન્ડલબાર આપવામાં આવ્યું છે. વધારે રોશની માટે બાઈકમાં બે એક્સ્ટ્રા લાઈટ આપવામાં આવી છે. 

તેના ઉપરાંત તેમાં ફ્યૂલ ટેન્ક પર માઉન્ટેડ ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કંસોલ અને ચોડી સીટની સાથે બેક રેસ્ટ પણ મળે છે. બાઈક રાઈડર માટે ફૂટરેસ્ટ આગળની તરફ છે જે ચલાવતી વખતે ક્રૂઝર બાઈકને ફીલ આપશે. સારા ગ્રિપ માટે બાઈકમાં 17-ઈંચનું પહોળુ ટાયર આપવામાં આવ્યું છે. આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલમાં જીયો-ફેસ, જીયો-લોકેટ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, યુએસબી ચાર્જર, ક્રૂઝ કંટ્રોલ, રિવર્સ મોડ અને પાર્કિગ મોડ જેવા ઘણા ફિચર્સ આપવામાં આવ્યા છે. 

મળશે 150 KMની રેન્જ 
બાઈકના ફ્યૂલ ટેન્કની નીચે 3.24 kWhની લિથિયમ-આયન બેટરી પેક લગાવવામાં આવી છે. તેમાં કંપની નિકળતી બેટરી આપે છે જેને 3-4 કલાકમાં ફૂલ ચાર્જ કરવામાં આવી શકે છે. કંપની આ બાઈકને ફક્ત સિંગલ વેરિએન્ટ અને એક કલર ટોનમાં વેચી રહી છે. ગ્રાહકો માટે આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલ બ્લેક રંગમાં ઉપલબ્ધ છે. 

મહીનામાં 172 રૂપિયાનો ખર્ચ
ઈન્ડસ્ટ્રીનો અનુમાન છે કે સાઈબર્ગ આર્મરને જો તમે દર મહિને 1,000 કિમી ચલાવો છો તો તેને 3 વર્ષ ચલાવવામાં 6,220 રૂપિયાનો ખર્ચ આવશે જે ફક્ત વિજળીના ખર્ચ હશે. તે હિસાબથી આ બાઈક એક મહિનામાં ફક્ત 172 રૂપિયાના ખર્ચમાં ચલાવી શકાય છે. 

કેટલી છે કિંમત? 
સાઈબર્ગ આર્મરના એક્સ શોરૂમની કિંમત 1,85,000 રૂપિયા છે. સાઈબર્ગ આર્મરના અમુક મુખ્ય હરિફમાં કોમાકી રેન્જર, જાવા ફોર્ટી ટૂ અને રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 અને હંટર 350 જેવા બાઈક્સ શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ