બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for CNG drivers, the price has been reduced by Rs
Priyakant
Last Updated: 04:16 PM, 15 August 2022
ADVERTISEMENT
15મી ઓગસ્ટે CNG વાહનચાલકોને સરકાએ એક મોટી ભેટ આપી છે. વિગતો મુજબ IRM CNGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. IRM CNGના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઈ હવે બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં ઘટાડો
CNGમાં સતત ભાવવધારા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ IRM CNGના ભાવમાં આજે 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ હવે બનાસકાંઠા માં સીએનજી વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
IRM સીએનજી હવે કેટલામાં મળશે ?
આજે 15 મી ઓગસ્ટે સરકારે સીએનજી વાહનચાલકોને મોટી ભેટ આપી છે. છેલ્લા કેટલાય સમયથી સતત સીએનજીના ભાવમાં વધારાને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ તરફ હવે આજે IRM સીએનજીના ભાવમાં ઘટાડો કર્યો છે. જેથી હવે IRM સીએનજી 89.95 રૂ ની જગ્યા એ 83.95માં મળશે.
બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદો
મોંઘવારીના માર વચ્ચે સીએનજીના ભાવમાં ઘટાડો થતાં વાહનચાલકોને મોટી રાહત મળી છે. આજે સરકારે સીએનજીના ભાવમાં 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જેને લઈ બનાસકાંઠામાં સીએનજી વાહનચાલકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.