બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Big Malai responsible for the quarrel of the collector offices? What is the status of applicants?

મહામંથન / કલેક્ટર ઓફિસોના ઝઘડા માટે જમીન બિનખેતીમાં મોટી મલાઈ જવાબદાર? અરજદારોની સ્થિતિ શું?

Vishal Khamar

Last Updated: 09:18 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકબાજુ રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટ્રાચાર મુદ્દે મોટી મોટી વાતો કરવામાં આવે છે. તો બીજી તરફ પાછલા બારણે સરકારી બાબુઓ પૈસા વગર તો ફાઈલો પર સહી પણ કરતા નથી. આણંદમાં જમીનની ફાઈલો ક્લીયર થવા બાબતે થયેલ કોલ્ડ વોરમાં કલેક્ટરની કામલીલાનો વીડિયો ફરતો થયો.

સરકારી કચેરીમાં કોઈ અરજદાર એવી આશાએ જતો હોય છે કે તેનું વ્યાજબી કામ હશે તો સુચારુ રૂપથી થઈ જશે અથવા તો તેના હકને લગતી કોઈ રજૂઆત હશે તો તેને સાંભળવામાં આવશે. હવે રાજ્યમાં સ્થિતિ એવી બને છે કે રજૂઆત સાંભળવાનું તો એક તરફ રહ્યું પણ વ્યાજબી માંગ માટે પણ અરજદારની પહોંચ પ્રમાણે લાંચ માંગવામાં આવે છે. કલેક્ટર કચેરી સહિત અનેક સરકારી કચેરી છે કે જ્યાં ફાઈલ ઉપર વજન ન મુકો તો તમારી ફાઈલ આગળ ન વધે. પરિસ્થિતિ વધુ ત્યારે વકરી જ્યારે આવા જ મલાઈ ખાવાના કિસ્સામાં ઉચ્ચસ્થાને બેઠેલા અધિકારીઓ સપડાયા અને ફોજદારી કાર્યવાહી સુધીની નોબત આવી.

  • કલેક્ટર ઓફિસોમાં ઝઘડા, વિવાદ સામાન્ય બની ગયા છે
  • જમીન બિનખેતીમાં ભાગબટાઈના અનેક કિસ્સા આવ્યા
  • કલેક્ટર કક્ષાના અધિકારી બિનખેતીની જમીનના મુદ્દે સકંજામાં આવ્યા
  • તમામ સ્તરે સમજણપૂર્વક `વહીવટ'માં હિસ્સેદારી હોવાનો ઘાટ

કલેક્ટર કચેરીની વાત કરીએ તો તેમાં મહેસૂલી કામકાજ વ્યાપક પ્રમાણમાં રહેતું હોય છે. બિનખેતીની જમીન માટે અનેક અરજદાર આવતા હોય છે અને આ કામ માટે જ મસમોટી મલાઈ માંગવામાં આવે છે. તાજુ અને વરવુ ઉદાહરણ આણંદના કલેક્ટરના હનીટ્રેપના કિસ્સાવાળુ છે કે જેમાં કલેક્ટરે ફાઈલ ક્લીયર કરી દીધી હોય પરંતુ ફિંગરપ્રિન્ટની એન્ટ્રી કરવાના નામે ઠાગાઠૈયા કરવામાં આવે છે અને જ્યાં સુધી રૂપિયા ન મળે ત્યાં સુધી 7/12ના ઉતારામાં એન્ટ્રી થતી નથી. રાજ્યમાં તાજેતરમાં બે કેસ તો એવા છે કે જે સામે આવ્યા અને તેમા ખુલાસાઓ થયા, પરંતુ બંધબારણે તો રાજ્યની કેટલીય કચેરીઓમાં આવા વહીવટ ચાલતા હશે અને સરવાળે અરજદારોને જે પરેશાની થતી હશે તેની માત્ર કલ્પના જ કરવી રહી. તમામ સ્તરે નેતા, અધિકારી અને કર્મચારીઓની સમજણપૂર્વકની હિસ્સેદારી હોય ત્યારે અરજદારોની સ્થિતિ શું થાય.

  • અરજદારોની શું હાલત થતી હશે તે મોટો પ્રશ્નાર્થ
  • બિનખેતીની ફાઈલ ક્લીયર કરવાના મુદ્દે વિવાદના અનેક કિસ્સા
  • મોટાભાગના વિવાદ પાછળ ફાઈલો ક્લીયર કરવા માટેની ભાગબટાઈ જવાબદાર

કલેક્ટર ઓફિસોમાં ઝઘડા, વિવાદ સામાન્ય બની ગયા છે.  જમીન બિનખેતીમાં ભાગબટાઈના અનેક કિસ્સા આવ્યા છે.  કલેક્ટર કક્ષાના અધિકારી બિનખેતીની જમીનના મુદ્દે સકંજામાં આવ્યા.  તમામ સ્તરે સમજણપૂર્વક `વહીવટ'માં હિસ્સેદારી હોવાનો ઘાટ છે. અરજદારોની શું હાલત થતી હશે તે મોટો પ્રશ્નન છે.  બિનખેતીની ફાઈલ ક્લીયર કરવાના મુદ્દે વિવાદના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.  મોટાભાગના વિવાદ પાછળ ફાઈલો ક્લીયર કરવા માટેની ભાગબટાઈ જવાબદાર છે.  

  • આણંદ સ્પાયકાંડમાં બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અંગે ખુલાસો થયો
  • નાયબ મામલતદાર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અરજદારોને હેરાન કરતો હતો
  • રૂપિયા લીધા વગર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરતો નહતો
  • કલેક્ટર કચેરી બિનખેતીની ફાઈલ મંજૂર કરે છે
  • બિનખેતીની ફાઈલની 7/12ના ઉતારામાં એન્ટ્રી કરવાની હોય છે

આણંદ સ્પાયકાંડમાં નવો ખુલાસો શું?
આણંદ સ્પાયકાંડમાં બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અંગે ખુલાસો થયો.  નાયબ મામલતદાર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા અરજદારોને હેરાન કરતો હતો. રૂપિયા લીધા વગર જે.ડી.પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરતો ન હતો. કલેક્ટર કચેરી બિનખેતીની ફાઈલ મંજૂર કરે છે. બિનખેતીની ફાઈલની 7/12ના ઉતારામાં એન્ટ્રી કરવાની હોય છે. જે.ડી.પટેલના ફિંગરપ્રિન્ટની એન્ટ્રી 7/12ના ઉતારામાં પડતી હતી. જે.ડી.પટેલ ફિંગરપ્રિન્ટ નહીં કરીને નોંધણીમાં ઠાગાઠૈયા કરતો હતો. તેમજ  રૂપિયાની લેતી-દેતી માટે જે.ડી.પટેલે મળતીયો પણ રાખ્યો હતો.  મળતીયા હરીશ ચાવડાની કારમાંથી ફિંગરપ્રિન્ટ મશીન મળી આવ્યું હતું. પોતાને મળેલી સત્તાનો જે.ડી.પટેલે દુરુપયોગ કર્યો હતો.જેથી કલેક્ટર કચેરી તરફથી બિનખેતીની ફાઈલનો સમયસર નિકાલ થતો હતો. નોંધ પાડવા માટેનો વહીવટ થયા બાદ જ ફિંગરપ્રિન્ટ થતી હતી.

  • જે.ડી.પટેલ ફિંગરપ્રિન્ટ નહીં કરીને નોંધણીમાં ઠાગાઠૈયા કરતો હતો
  • રૂપિયાની લેતી-દેતી માટે જે.ડી.પટેલે મળતીયો પણ રાખ્યો હતો
  • મળતીયા હરીશ ચાવડાની કારમાંથી ફિંગરપ્રિન્ટ મશીન મળી આવ્યું હતું
  • પોતાને મળેલી સત્તાનો જે.ડી.પટેલે દુરુપયોગ કર્યો
  • કલેક્ટર કચેરી તરફથી બિનખેતીની ફાઈલનો સમયસર નિકાલ થતો હતો
  • નોંધ પાડવા માટેનો વહીવટ થયા બાદ જ ફિંગરપ્રિન્ટ થતી હતી

એસ.કે.લાંગાનો કેસ શું છે?
એસ.કે.લાંગા એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર હતા. આ સમયે એસ.કે.લાંગાએ સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરી હતી. એસ.કે.લાંગાએ ભ્રષ્ટાચાર માટે તત્કાલીન ચીટનીસ અને RACનો પણ સાથ લીધો. નવી શરતની જમીનને જૂની શરતમાં બતાવી દેવામાં આવી. ખેડૂત ન હોવા છતાં કેટલાક લોકોને ખેડૂત બતાવી દેવાયા. નિવૃતિ પછી પણ લાંગા સામે જૂની તારીખમાં સહી કરી હોવાની ફરિયાદ.

  • એસ.કે.લાંગા એપ્રિલ 2018થી નવેમ્બર 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર હતા
  • આ સમયે એસ.કે.લાંગાએ સત્તાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરી હતી
  • એસ.કે.લાંગાએ ભ્રષ્ટાચાર માટે તત્કાલીન ચીટનીસ અને RACનો પણ સાથ લીધો

આણંદ હનીટ્રેપ પાછળ `વહીવટ' જવાબદાર!
આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાયકાંડ પાછળ બિનખેતીની જમીનનો મુદ્દો જવાબદાર હતો.  હનીટ્રેપમાં ફસાયેલા કલેક્ટર ડી.એસ.ગઢવીને ફાઈલોના મુદ્દે જ ખટરાગ હતો. સસ્પેન્ડેડ એડી.કલેક્ટર કેતકી વ્યાસ સાથે ફાઈલોના ક્લીયરન્સ મુદ્દે વિવાદ હતો. નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ તેમા સામેલ હતા. બિનખેતીની ફાઈલ કલેક્ટર કચેરી તરફથી ક્લીયર થઈ જતી હતી. પરંતું અન્ય મળતીયાઓ નોંધણી માટે લાંચ માંગતા હતા. જેથી અરજદારોને ધક્કા ખાવા પડતા હતા. વહીવટી વિવાદમાં જ મામલો સ્પાયકાંડ સુધી પહોંચ્યો હતો. 

  • બિનખેતીની ફાઈલ કલેક્ટર કચેરી તરફથી ક્લીયર થઈ જતી હતી
  • અન્ય મળતીયાઓ નોંધણી માટે લાંચ માંગતા હતા
  • અરજદારોને ધક્કા ખાવા પડતા હતા
  • વહીવટી વિવાદમાં જ મામલો સ્પાયકાંડ સુધી પહોંચ્યો હતો

બિનખેતીની જમીન અંગે કલેક્ટરની સત્તા શું?
સરકારે બિનખેતીની જમીનના કાયદામાં તાજેતરમાં સુધારો કર્યો છે.  સરકારે નવા સુધારામાં કલેક્ટરની સત્તામાં વધારો કર્યો હતો.  આ સુધારો બિનખેડૂત વ્યક્તિ જમીન ખરીદવા માંગતો હોય તેના માટે છે. કલેક્ટર પહેલા 2 વર્ષ સુધી બિનખેતીની જમીનના ઉપયોગની પરવાનગી આપતા હતા. હવે નવા સુધારા પ્રમાણે કલેક્ટર 5 વર્ષ સુધી બિનખેતી ઉપયોગને લંબાવી શકે છે. ત્યારબાદ યોગ્ય લાગે તો આ સમયગાળો 10 વર્ષ સુધી લંબાવી શકાય છે. સમયગાળો લંબાવવા માટે રાજ્ય સરકારની પૂર્વમંજૂરી જરૂરી છે. આ અંગે સરકાર જે પ્રિમિયમ નક્કી કરે તે ભરવાની જોગવાઈ છે. 

  • સરકારે બિનખેતીની જમીનના કાયદામાં તાજેતરમાં સુધારો કર્યો
  • સરકારે નવા સુધારામાં કલેક્ટરની સત્તામાં વધારો કર્યો હતો
  • આ સુધારો બિનખેડૂત વ્યક્તિ જમીન ખરીદવા માંગતો હોય તેના માટે છે
  • કલેક્ટર પહેલા 2 વર્ષ સુધી બિનખેતીની જમીનના ઉપયોગની પરવાનગી આપતા હતા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ