બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Big leap of corona in Mehsana after Ahmedabad don't take today's case lightly

કહેર / હજાર દૂર નહીં.. : અમદાવાદ બાદ મહેસાણામાં કોરોનાની મોટી છલાંગ, આજના કેસને હલકામાં ન લેશો

Kishor

Last Updated: 08:31 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના પોઝિટિવ કેસોમાં આવી રહેલો ઉછાળો આજે પણ યથાવત રહ્યો છે. જેને લઈને આજે કોરોનાના 979 દર્દીઑ ઉમેરાયા હોવાનું આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયું છે.

  • આજે 979 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા 
  • રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 5781 એ પહોચી 
  • કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 14 દર્દીની વેન્ટિલેટર પર સારવાર હેઠળ

કોરોનાની ચોથી લહેરના સંભવિત ખતરા સામે છેલ્લા કેટલાય દિવસથી કોરોના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. જેને લઈને લોકોમાં ચિંતા જન્મી છે. તેવામાં આજે 979 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 979 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. જેની સામે 873 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 5781 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 14 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.તો બીજી તરફ રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. આજે 3,19,537 લોકોનું રસિકરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. 



મહાનગરોમાં કોરોના કેસ વધ્યા
મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યાની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 335 કેસ, સુરત કોર્પોરેશનમાં 49,  વડોદરા કોર્પોરેશનમાં 66, ભાવનગર કોર્પોરેશનમાં 31, જામનગર કોર્પોરેશનમાં 7, ગાંધીનગર કોર્પોરેશનમાં 24 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 33 અને જુનાગઢમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.



મહેસાણામાં  સૌથી વધુ 103 કેસ ઉમેરાયા 
જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો મહેસાણામાં 103, સુરતમાં 23, વડોદરામાં 8 કેસ, ભાવનગરમાં 7,ગાંધીનગરમાં 27,જામનગરમાં 7 કેસ, રાજકોટમાં 22, જૂનાગઢમાં 2 કેસ,વલસાડમાં 12, કચ્છમાં 46 કેસ, પાટણમાં 18, મોરબીમાં 20, સાબરકાંઠામાં 18 અને આણંદમાં 16 તથા નવસારીમાં 15, અમરેલીમાં 11 અને અમદાવાદમાં 9 કેસ સામે આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ