બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Big fall in gold and silver prices Gold rate fell by thousands in a month

ગગડયું / સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: એક મહિનામાં આટલા હજાર ઘટી ગયા 'ગોલ્ડ રેટ', આવું થવાના આ રહ્યા કારણો

Kishor

Last Updated: 08:08 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મહિનામાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એક મહિનામાં સોનાનાં ભાવમાં 3 હજારનો ઘટાડો નોંધાયા બાદ આજે સોનાનો ભાવ 58 હજારે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો આજનો ભાવ 67 હજારે પહોંચ્યો છે.

  • સોના-ચાંદીમાં ભાવમાં મોટો ઘટાડો
  • સોનામાં એક મહિનામાં 3 હજાર રૂપિયાનો ઘટાડો 
  • ચાંદીમાં 1 મહિનામાં 4 હજાર રૂપિયાનો ઘટાડો 

લગ્નસરાની સિઝન હવે પૂર્ણ થવાની અણી પર છે આવી સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં મોટા પાયે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક માસ દરમિયાન સોનાના ભાવની વાત કરવામાં આવે તો એક મહિનામાં 3 હજાર સુધી સોનુ સસ્તું થયું છે. બીજી બાજુ ચાંદીના ભાવ પણ ઉતરી રહ્યા છે અને એક મહિનામાં ચાંદીના ભાવમાં ચાર હજાર સુધીનો ઘટાડો નોંધાયો છે.

સોના- ચાંદીના ભાવમાં આજે વધારો, ખરીદતા પહેલા એક વાર આ વાંચી લો, નહીંતર... |  gold price today increases for 24 carat and 22 carat on january 20 check  rate

હજુ પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થવાની શક્યતા
સોનાના વધતા ભાવમાં હવે બ્રેક લાગી રહી છે. આથી સોનુ ખરીદવા ઇચ્છતા લોકો માટે આ સમય યોગ્ય છે. ભાવમાં ઘટાડા બાદ આજે સોનાનો ભાવ તોલા દીઠ 58 હજાર સુધી સ્થિર રહ્યો હતો. તો ચાંદીનો ભાવ 67 હજાર સુધી પહોચ્યો હતો. જાણકારોના મતનું માનીએ તો હજુ આગામી સમયમા પણ સોના ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત રહે તેવું જાણવા મળી રહ્યું છે. 

ગત સપ્તાહે આટલા ભાવ ઘટયા

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં સોનાના ભાવમાં 779 રૂપિયાનો ઘટાડો નોધાયો હતો. ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાનો ભાવ 56,204 રૂપિયા પર અટક્યો હતો. ગયા અઠવાડિયે સોનાનો ભાવ 57 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) રેટમાં જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે પ્રથમ દિવસ એટલે કે સોમવારે સોનાનો ભાવ રૂ. 57,076 પર અટક્યો હતો. તો બીજા દિવસે મંગળવારે સોનાનો ભાવ રૂ.57,025 પર બંધ રહ્યો હતો. તો ત્રીજા દિવસે બુધવારે ભાવમાં ઘટાડો થવા પામ્યો હતો અને ભાવ 56,770 પર થયા હતા. એ જ રીતે ગુરુવારે પણ સોનાના ભાવ મહદ અંશે ઘટતા 56,343 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા. અને શુક્રવારે ભાવ 56,204 રૂપિયા તોલા દીઠ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ