બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Big decision taken for metro timing in Ahmedabad

Good News / અમદાવાદીઓ આનંદો! મેટ્રોના ટાઈમિંગ માટે લેવાયો મોટો નિર્ણય, નોકરિયાતો-વિદ્યાર્થીઓને થશે નિરાંત

Malay

Last Updated: 12:08 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Metro Train News: અમદાવાદમાં મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રેનની ફ્રિક્વન્સી વધતા દર 12 મિનિટે મેટ્રો ટ્રેન સ્ટેશન પર મળી રહેશે. જેનાથી મુસાફરોને મોટી રાહત મળશે.

  • મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં કરાયો વધારો
  • દર 12 મિનિટે મળી રહેશે મેટ્રો ટ્રેન 
  • ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધશે 

અમદાવાદના નોકરિયાતો, વિદ્યાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. જે બાદ મેટ્રો ટ્રેન દર 12 મિનિટે મળી રહેશે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે. મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાતા ટ્રીપની સંખ્યા પણ 35 ટકા વધી જશે. મહત્વનું છે કે, અગાઉ પીક અવર્સ પર દર 15 મિનિટે  મેટ્રો ટ્રેન મળતી હતી.

VIDEO: <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/અમદાવાદ' title='અમદાવાદ'>અમદાવાદ</a> મેટ્રોનો વધુ એક રુટ શરૂ, લોકો મોટી સંખ્યામાં સવારી માણવા  ઉમટી પડ્યા | Another route of Ahmedabad Metro started people flocked to  enjoy the ride

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને વધારી ફ્રિક્વન્સી 
શહેરમાં વહેલી સવારે અનેક વિદ્યાર્થીઓ કોલેજ જતા હોય છે, જ્યારે નોકરીયાતો પણ સવારે નોકરીએ જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને સવલત રહે તે ધ્યાને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો ટ્રેનની ફ્રિક્વન્સીમાં વધારો કરાયો છે. 

7થી રાતના 10 વાગ્યા સુધી દોડે છે મેટ્રો
અમદાવાદ મેટ્રો ફેઝ-1માં પૂર્વ અને પશ્ચિમ છેડામાં થલતેજથી વસ્ત્રાલ ગામ અને પૂર્વ તેમજ પશ્ચિમ છેડામાં મોટેરાથી વાસણા સુધી મેટ્રો રેલ ચાલે છે. અત્યારે સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની સેવાઓ મળી રહી છે. 

167 દિવસ બાદ અમદાવાદમાં આ તારીખથી ફરી દોડતી થશે મેટ્રો ટ્રેન, જાણો ટાઇમ  ટેબલ | Ahmedabad Metro rail service resume September 7

બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન થઈ ગઈ છે દોડતી 
PM મોદીના હસ્તે ગત 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બે દિવસ બાદ નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં પૂર્વથી પશ્ચિમમાં 17 સ્ટેશન અને ઉત્તરથી દક્ષિણમાં 15 સ્ટેશનો એમ બે કોરિડોર પર કુલ 40 કિમી ટ્રેન દોડતી થઈ ગઈ છે.

જાણો મેટ્રો ટ્રેનનો રૂટ, ભાડું અને સુવિધાઓ

મેટ્રો ટ્રેનની શું છે વિશેષતા?
- અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે
- પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર દોડી રહી છે મેટ્રો ટ્રેન
- ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરાયો છે 
- પૂર્વ-પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે
- જે થલતેજથી વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે
- ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો છે
- જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
- 21 કિ.મી. લાંબો કોરિડોર નદીની ઉપર તેમજ શહેરના નીચેથી પણ પસાર થાય છે.
- શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળે છે
- શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિમીનો રૂટ છે.
- આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર, કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવે છે.
- હાલ વાહન લઇને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ જેટલો સમય લાગે છે.
- મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ