બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Big decision of Bombay High Court: Pakistani actors can work in Bollywood again, banned after Uri attack

મનોરંજન / બોમ્બે હાઈકોર્ટેનો મોટો નિર્ણય: ફરી બોલીવુડમાં કામ કરી શકશે પાકિસ્તાની કલાકારો, ઉરી હુમલા બાદ લગાવ્યો હતો બેન

Megha

Last Updated: 03:44 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો એવામાં હવે બોમ્બે હાઈકોર્ટે આ પ્રતિબંધ પર ખૂબ જ ચોંકાવનારો ચુકાદો આપ્યો છે

  • સિનેમા પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે 
  • ફરી બોલીવુડમાં કામ કરી શકશે પાકિસ્તાની કલાકારો
  • ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર બેં મૂકવામાં આવ્યો હતો 

સિનેમા પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવી છે. 2016 માં પાકિસ્તાની સ્ટાર્સ પર ભારતીય ફિલ્મોમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે નવીનતમ અપડેટ અનુસાર, પાકિસ્તાની સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મોમાં ફરી કામ કરી શકે છે.

ફરી બોલીવુડમાં કામ કરી શકશે પાકિસ્તાની કલાકારો
વાત એમ છે કે 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એવામાં બોમ્બે હાઈકોર્ટમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી સિનેવર્કર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજીકર્તાએ પોતાની અરજીમાં ભારતીય સ્ટાર્સને પાકિસ્તાની કલાકારો સાથે કામ ન કરવાની અપીલ કરી હતી. જોકે, આ સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે આપેલો નિર્ણય સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો નિર્ણય
બોમ્બે હાઈકોર્ટે પાકિસ્તાની કલાકાર પર પ્રતિબંધ પર ખૂબ જ ચોંકાવનારો ચુકાદો આપ્યો છે. કોર્ટના મતે પાકિસ્તાની સ્ટાર્સ હવેથી ભારતીય ફિલ્મોનો ભાગ બની શકશે. આનો અર્થ એ થયો કે જે દર્શકો બોલિવૂડની ફિલ્મોમાં પોતાના મનપસંદ પાકિસ્તાની સ્ટાર્સને જોવાની ખોટ અનુભવતા હતા, તેઓ હવે તે સ્ટાર્સને જોઈ શકશે. પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ અંગે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે પ્રતિબંધની અરજીને ફગાવી દીધી હતી.

2016માં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો
નોંધનીય છે કે કેટલાક પાકિસ્તાની સ્ટાર્સે બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, તે સ્ટાર્સને ભારતીય ફિલ્મોમાં ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ 2016માં ઉરીની ઘટના બાદ પાકિસ્તાની સ્ટાર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઈન્ડિયન મોશન પિક્ચર એસોસિએશન (IMPPA) દ્વારા આ પગલું લેવામાં આવ્યું હતું. જોકે, હવે સુનાવણી દરમિયાન જસ્ટિસ સુનીલ બી શુકરે અને જસ્ટિસ ફિરદોશ પી પૂનીવાલાએ પાકિસ્તાની કલાકારોને ભારતમાં પ્રતિબંધિત કરવાની અરજી ફગાવી દીધી છે.

આ પાકિસ્તાની સ્ટાર્સની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે
કેટલાક પાકિસ્તાની સ્ટાર્સે ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. તેમાં ફવાદ ખાન અને માહિરા ખાન પણ સામેલ છે. માહિરા ખાને શાહરૂખ ખાન સાથે કામ કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. તેણે ફિલ્મ ‘રઈસ’માં શાહરૂખની પત્નીની ભૂમિકા ભજવી હતી. ફવાદ ખાન બોલિવૂડની ઘણી ફિલ્મોનો પણ ભાગ રહી ચૂક્યો છે. તેણે આલિયા ભટ્ટ અને ઋષિ કપૂર જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ