બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:41 AM, 10 November 2024
કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' અને રોહિત શેટ્ટીની 'સિંઘમ અગેઇન' એક સાથે રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોની રિલીઝને 9 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધી આ બંને ફિલ્મોએ શાનદાર બિઝનેસ કર્યો છે.
ADVERTISEMENT

સિંઘમ અગેઇન એ તેની રિલીઝના નવમા દિવસે 11.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે અને 'ભૂલ ભૂલૈયા 3' એ નવમા દિવસે 15.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે, કાર્તિક આર્યનની ફિલ્મ અજય દેવગનની ફિલ્મથી આગળ નીકળી ગઈ છે પરંતુ કુલ કમાણીના મામલામાં હજુ પણ પાછળ છે.
ADVERTISEMENT

'સિંઘમ અગેઇન'નું કુલ કલેક્શન 192.5 કરોડ રૂપિયા છે અને 'ભૂલ ભૂલૈયા 3'એ અત્યાર સુધીમાં 183.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો 'સિંઘમ અગેઇન'નું બજેટ 375 કરોડ રૂપિયા હતું અને 275 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે ભૂલ ભુલૈયા 3નું બજેટ માત્ર 150 કરોડ રૂપિયા હતું અને તેનું વર્લ્ડવાઈડ કલેક્શન 254 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
ADVERTISEMENT
'સિંઘમ અગેઇન' અજય દેવગનના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બની છે. આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર, ટાઈગર શ્રોફ અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત સિંઘમ અગેઇન' સિંઘમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી અને કોપ યુનિવર્સની પાંચમી ફિલ્મ છે. બીજી તરફ ભૂલ ભુલૈયા 3 એ અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત હોરર કોમેડી ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.