બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Bhavnagar, Valsad, Gir Somnath, Morbi, Banaskantha received unseasonal rain with wind

મુસીબતનું માવઠું / કાપણી સમયે જ વરસાદ... ઘઉં, ચણા, બાજરીથી લઈને ચીકુના પાકને નુકસાન: સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો માટે માઠા સમાચાર

Dinesh

Last Updated: 12:31 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rain: ભાવનગર, વલસાડ, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠામાં પવન સાથે કમોસમી મૂસીબત ભર્યો વરસાદ વરસ્યો છે, ઘઉં, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે

 

  • રાજ્યમાં કમોસમી વરસાદની મુસીબત
  • કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં
  • ઘઉં, ડુંગળી, બાજરીના પાકને ભારે નુકસાન 


રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભાવનગર, વલસાડ, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠામાં પવન સાથે કમોસમી મૂસીબત ભર્યો વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિહોર તાલુકાના વરલ ગામે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે ઘઉં, ડુંગળી, બાજરીના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે

વલસાડના વાતાવરણમાં પલટો
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા ઝાપટાં પણ પડી રહ્યાં છે. અનેક તાલુકાઓમાં ખેતીને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ડાંગરના તૈયાર પાકની કાપણી સમયે કમોસમી વરસાદ થતાં પાક નુકસાની ભીંતિ છે.

મોરબીમાં કરા સાથે વરસાદ
મોરબી જિલ્લાના વાંકાનેરમાં કરા સાથે વરસાદથી મોટું નુકસાન થયું છે. વઘાસિયા ટોલનાકા પાસેની સિરામિક કારખાનામાં પર કરા પડતા નુકસાન થયું છે. કારખાના પર કરા સાથે વરસાદ પડતા શેડમાં નુકસાન પહોંચ્યું છે. વરસાદના લીધે સિરામિક કારખાનામાં કામ બંધ કરવામાં આવ્યું છે

દિયોદરના ગ્રાણીણ પંથકમાં વરસાદ
બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. દિયોદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. દિયોદર, જેતડા, લુવાણા સહિતના વિસ્તારમાં એકાએક હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે

બનાસકાંઠામા કરા સાથે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુઈગામ તાલુકાના મોરવાડા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદ થતા જીરુ, એરંડા, રાયડા સહિતના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ