બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Bhagwant Ma said that the button of fate is in your hands

ગુજ'રાજ'2022 / ભગવંત માને જણાવ્યું કિસ્મતનું બટન 'આપ'ના હાથમાં છે, હરભજન સિંહે પણ રોડ શો કરી ભરી હુંકાર, ગુજરાતીમાં કહ્યું..

Mahadev Dave

Last Updated: 11:25 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ક્રિકેટર તથા ‘આપ’ ના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે માણસા, વિજાપુર અને વિસનગરમાં વિશાળ રોડ શો કર્યો હતો.

  • aapનો માણસા, વિજાપુર અને વિસનગરમાં વિશાળ રોડ શો યોજાઇ
  • આપ આઉટસોર્સિંગ સિસ્ટમનો અંત લાવશેઃ ભગવંત માન
  • જે પ્રેમ તમે મને આપ્યો છે તે આમ આદમી પાર્ટીને પણ આપો: હરભજન સિંહ

આમ આદમી પાર્ટીને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સતત છેલ્લા ઘણા મહિનાઓથી સમગ્ર ગુજરાતમાં મોટી જાહેર સભાઓ અને રોડ શો કર્યા છે. તેવામાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી અને ક્રિકેટર તથા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહે માણસા, વિજાપુર અને વિસનગરમાં વિશાળ રોડ શો કર્યો હતો. તમામ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને આમ આદમી પાર્ટીને સંપૂર્ણ સમર્થન આપતા પરિવર્તનના નારા લગાવ્યા.

ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છેઃ ભગવંત માન
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માનએ રોડ શોમાં દરમિયાન હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આ રોડ શો આસપાસના જેટલા પણ ઘરો છે, એ ઘરોની બારીઓથી, છત અને બાલ્કનીથી લોકો અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એનો અર્થ સ્પષ્ટ કે ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે. દેશનાં અને ગુજરાતની જનતા પાસે સતત બીજા લોકો ‘અચ્છે દિન’ નું વચન આપી રહ્યા હતા, ‘અચ્છે દિન’ ની તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી ‘સચ્ચે દિન’ ચોક્કસ આવવાના છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે અને એટલા જ માટે અમે લોકોના મનની વાત જાણીએ છીએ. હું એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ છું. મારા પરિવારમાંથી કોઈ સરપંચ પણ નહોતું બન્યું, પરંતુ આજે હું મુખ્યમંત્રી બની ગયો છું. આ માત્ર આમ આદમી પાર્ટીમાં જ આ શક્ય બની શકે છે.


ગુજરાતમાં 2015 પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન
ગુજરાતમાં 2015 પછી એવું કોઈ પેપર જ નથી કે જે ફૂટ્યું ન હોય. આનાથી યુવાનોના દિલ તૂટી જાય છે. ગુજરાતનો છોકરો મને મળ્યો હતો, તે મારી સામે રડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, તે અડધી રાત સુધી અભ્યાસ કરતો હતો અને સવારે 4-5 વાગ્યે જાગી જતો હતો, પરંતુ પેપર ફુટી ગયું. એ છોકરાએ કહ્યું કે તેને લાગતુ હતુ કે પુસ્તક તેનું જીવન બદલી નાખશે. પરંતુ દિવસ-રાત અભ્યાસ કર્યા બાદ પણ પેપર ફૂટવાના કારણે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હતો.  

આઉટસોર્સિંગની સિસ્ટમનો અંત લાવશું 
આમ આદમી પાર્ટી આવશે અને આઉટસોર્સિંગની સિસ્ટમનો અંત લાવશે. સરકારી નોકરી પણ મળશે અને આજીવન પેન્શન પણ મળશે. પંજાબના કેટલાક લોકો માનતા હતા કે, તેમને કોઈ નહીં હરાવી શકે. પરંતુ તે બધા મોટા-મોટા લોકોને સામાન્ય લોકો એ હરાવ્યા. બાદલ, કેપ્ટન, મજીઠિયા, સિદ્ધુ આ બધા હારી ગયા, આ બધાને અમે નહીં પરંતુ લોકોએ ઘરે બેસાડી દીધા. અમે તો માત્ર એક મોકો માંગ્યો હતો. એકવાર અમને મોકો આપ્યા બાદ, જનતા ક્યારેય બીજાને મોકો આપતી જ નથી. કોંગ્રેસ 1885માં બની હતી અને આમ આદમી પાર્ટી 2013માં બની હતી. આજે દિલ્હીમાં તેમની એક પણ સીટ નથી. 2015માં પણ તેમની પાસે એક પણ સીટ નહોતી.


8મી ડિસેમ્બરે એવું પરિણામ આવવું જોઈએ, જેનાથી સૌને મજા આવી જાય: હરભજન સિંહ
દેશના પ્રસિદ્ધ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે "કેમ છો?" કહીને પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું કે, 8 ડિસેમ્બરે એવું પરિણામ આવવું જોઈએ, જેનાથી સૌને મજા આવી જાય. જ્યારે ગુજરાતમાં લોકોને પૂછીએ છીએ કે, તેમને શું જોઇએ છે તો લોકો કહે છે કે તેમને પરિવર્તન જોઈએ છે, તેમને વીજળી મફત જોઈએ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat elections 2022 ગુજરાત ચુંટણી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હરભજન સિંહ Gujarat Elections 2022
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ