બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Beware of this Neel Patel who cheats on friendship. Modus operandi is such that the account will be empty, hifi is fond of life

છેંતરપીંડી / મિત્રતા કેળવી ઠગાઇ કરતા આ નીલ પટેલથી ચેતજો.! મોડસ ઓપરેન્ડી એવી કે ખાતું થઈ જશે ખાલી, હાઈફાઈ જીવનનો છે શોખીન

Vishal Khamar

Last Updated: 11:18 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિત્રતા કેળવણીને ઠગાઇ કરતા ઠગની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી. મિકેનિકલ એન્જીનીયર એવા ઠગએ બેન્કિંગ અને ફાઇનાન્સ એપ્લિકેશનથી અનેક લોકોને ચુનો લગાડ્યો. પોલીસે લાખોની છેતરપીંડી કેસમાં આ ઠગને ઝડપી પાડ્યો.

  • મિત્રતા કેળવી ઠગાઈ કરતા ઠગની પોલીસે કરી ધરપકડ
  • પકડાયેલા વ્યક્તિએ એક નહી ચાર લોકો સાથે કરી ઠગાઈ
  • કોર્ટે નિલ પટેલનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા

 પોલીસ કસ્ટડીમાં રહેલા ઠગ નિલ પટેલ એ અલગ જ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી છેતરપીંડી આચરીને લાખો રૂપિયાની ઠગાઇ કરી. આરોપી નિલ પટેલ મોબાઇલ ફોન પર બેન્કિંગ અને ફાયનાન્સ એપ્લિકેશન નાણાં ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરતો હતો. પોતે અમેરિકામાં ફોર્ડ અને બીએમડબલ્યુના એન્જી બનાવતી કંપનીનો માલિક હોવાની ઓળખ આપતો. અને લોકો સાથે મિત્રતા કરી વિશ્વાસ કેળવતો હતો. પછી છેતરપીંડી આચરી ફરાર થઇ જતો. અને આ જ પ્રકારે માણેકબાગમાં રહેતા સ્વંયમ ભાઈ સાથે પણ ઠગાઇ આચરી હતી. જેમાં ઠગ નિલ પટેલએ પોતાની કંપનીમાંથી ઓનલાઇન ચીજવસ્તુઓ અને ટુરના 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાના નામે બેન્કિંગ અને ફાયનાન્સીયલ એપ્લિકેશન વિગતો મેળવી હતી. અને મોબાઇલ ઍક્સેસ કરીને 20 લાખ જેટલી છેતરપીંડી આચરી હતી.

પકડાયેલાએ એક વ્યક્તિએ એક નહિ પણ ચારથી વધુ લોકો સાથે કરી છેંતરપીંડી
પકડાયેલ નિલ પટેલ મણિનગરનો રહેવાસી છે અને પોતે મિકેનિકલ એન્જીનીયર છે. તેના માતા-પિતા વિદેશમાં સ્થાયી થયેલા છે..થોડા સમય પહેલા ઠગ નિલ પટેલે પૈસાની લેતીદેતી મામલે પોતાનું મકાન લેણદારોને આપી દીધું અને પોતે જુદીજુદી ફાઇવ સ્ટાર હોટલમાં રોકાતો હતો. છેલ્લા એક મહિનાથી વસ્ત્રાપુર હયાત હોટલમાં રોકાયો હતો. પોલીસ તપાસ કરતા સામે આવ્યું હતું કે અન્ય એક વ્યક્તિ નહિ પણ ચારથી વધુ લોકો સાથે છેતરપીંડી આચરી છે.

કે.એન.ભૂખણ (ઇન્ચાર્જ PI, સેટેલાઇટ પો.સ્ટેશન)

પોલીસે નિલ પટેલનાં બે દિવસનાં રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી
સેટેલાઇટ પોલીસે ઠગ નિલ પટેલની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેના બેન્ક એકાઉન્ટ અને મોબાઇલની તપાસ શરૂ કરી છે. આ ઠગ દ્વારા અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે જે મુદ્દે વધુ તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ