બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / beverage companies write to pmo to get relief in plastic straw ba

પ્લાસ્ટિક પ્રતિબંધ / જ્યૂસના પેકેટ સાથે આવતી સ્ટ્રો હવેથી નહીં મળે, 1 જૂલાઈથી બંધ થઈ જશે આ વસ્તુઓ

Pravin

Last Updated: 04:14 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક જૂલાઈથી જ્યૂસ પીવાની રીત બદલવી પડશે. જ્યૂસના ટેટ્રાપૈકની સાથે આવતી સ્ટ્રો હવે નહીં મળે.

  • એક જૂલાઈથી બદલાઈ રહ્યો છે નિયમ
  • સિંગલ યુઝ પ્લાસ્ટિક પર દેશમાં લાગશે પ્રતિબંધ
  • જ્યૂસના ટ્રેટાપૈક સાથે આવતી સ્ટ્રો હવે નહીં મળે

 

એક જૂલાઈથી જ્યૂસ પીવાની રીત બદલવી પડશે. જ્યૂસના ટેટ્રાપૈકની સાથે આવતી સ્ટ્રો હવે નહીં મળે. દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર એક જૂલાઈથી પ્રતિબંધ લગાવા જઈ રહ્યા છે. તેમાં પ્લાસ્ટિક સ્ટ્રોનો પણ સમાવેશ થાય છે. કેટલીય દેશી અને વિદેશી બેવરેજ કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રોને તેમા છૂટ આપાવાની માગ કરી છે, પણ સરકારે તેને ફગાવી દીધી છે. આ કંપનીઓએ હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં મદદ માગી છે. પીએમઓને લખેલા એક પત્રમાં આ કંપનીઓએ કહ્યું કે, પ્લાસ્ટિક સ્ટ્રો પર બૈનથી મોંઘવારીના માર વેઠી રહેલી જનતાની મુશ્કેલીઓ વધશે અને ધંધામાં તેની માઠી અસર પડશે, આ કંપનીઓએ પ્લાસ્ટિક સ્ટ્રોનો વિકલ્પ અપનાવવા માટે સરકાર પાસેથી હજુ થોડો સમય માગ્યો છે. 

15થી વધારે કંપનીઓએ PMO પાસે મદદ માગી

આ કંપનીઓના લોબી ગ્રુપ એક્શન અલાયંસ ફોર રિસાઈક્લિંગ બેવરેજ કાર્ટન્સે પીએમઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, વિકલ્પ વિના આવી રીતે પગલા ઉઠાવવા ઈંડસ્ટ્રીને 5000થી વધારે કરોડનું નુકસાન થઈ શકે છે. આ અલ્યાંસમાં પાર્લે એગ્રો, કોકા કોલા, પરાગ, ડાબર અને કૈવનકેયર સહિત 15થી વધારે કંપનીઓ છે. સાથે જ Schreiber Dynamix અને TetraPak જેવી પેકેઝીંગ કંપનીઓ પણ તેમાં સામેલ છે.

શું છે પ્લાસ્ટિક સ્ટ્રો

દેશમાં જ્યૂસ અને ડેરી પ્રોડક્ટ્સના નાના પેૈક્સની સાથે સ્ટ્રો આવે છે. ભારતમાં તેનું વાર્ષિક વેચાણ 79 કરોડ ડોલર છે. દેશમાં દર વર્ષે છ અબજ નાના ટેટ્રા પૈકનું વેચાણ થાય છે. પાંચથી 30 રૂપિયાની કિંમતવાળા જ્યૂસ અને ડેરી પ્રોડક્ટ્સ અત્યંત લોકપ્રિય છે. પેપ્સીનું ટ્રોપિકાના, ડાબરનું રિયલ જૂસ, કોકાકોલાનું માજા અને પાર્લે એગ્રોનું ફ્રુટી નાના પૈકમાં આવે છે અને તેની સાથે સ્ટ્રો પણ હોય છે. એક વાર ઉપયોગ થનારા આ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિકને પર્યાવરણ માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. આ પ્લાસ્ટિક વસ્તુ લાંબા સમય સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે, સરકાર તેના પર પ્રતિબંધ લગાવાની તૈયારી કરી રહી છે. 

ગત વર્ષે સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું હતું

એઆરસીનું કહેવુ છે કે, પ્લાસ્ટિક સ્ટ્રો પર બૈનથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર પણ તેની અસર થશે. ઈંડસ્ટ્રીને પ્લાસ્ટિક સ્ટ્રોનો વિકલ્પ અપનાવવા માટે વધારે સમયની જરૂર છે. તેમાં બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. સરાકરે ગત વર્ષે ઓગસ્ટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બૈન લગાવાની વાત કહી હતી. ડિસેમ્બરમાં તેના વિશે ફાઈનલ નોટિફિકેશન પણ જાહેર થયું હતું અને ઈંડસ્ટ્રીને ફેરફાર કરવા માટે છ મહિનાનો સમય પણ આપવામાં આવ્યો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ