બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Betel leaf among the MLAs, it became hard because it had to be taken out of the pocket, the minister's direct and straight as he got tired of the recommendation of transfer.

સાહેબ વાત મળી છે / ધારાસભ્યોની સૂડી વચ્ચે સોપારી, ખિસ્સામાંથી કાઢવાના થયા એટલે કાઠું પડ્યું, બદલીની ભલામણનો થકકો લાગતાં મંત્રીજીનું સીધું અને સટ

Vishal Khamar

Last Updated: 05:34 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારનાં ફરજ બજાવતા અધિકારીઓ બદલી કે પ્રમોશન માટે મંત્રીને ભલામણ કરતા હોય છે. ત્યારે એક મંત્રી પાસે ભલામણનું એટલું લાંબું લીસ્ટ આવ્યું કે તે જોઈને તેઓનો પિત્તો ગયો અને ચોખ્ખું સંભળાવી દીધું તો બીજી બાજુ હાલ ભાજપ દ્વારા નવ વર્ષનાં લેખાજોખાની ઉજવણી કરવામાં આવી રહી છે તો એક નેતાને શહેરની સમસ્યા અંગે પૂછતા અકળાઈ ઉઠ્યા અને કહ્યું કે 9 વર્ષનાં કામ અંગે પૂછો...

બદલીની ભલામણનો થકકો લાગતાં મંત્રીનું માથું ફર્યું, કહી દીધું સિંગલ ઓર્ડર બદલી નહીં થાય જાઓ
જબરું કે'વાયને કે ગુજરાત સરકારના મંત્રીઓ પાસે કામ કરતાં બદલીની ભલામણો વધારે પડતી આવે છે. અને કેમ ન આવે, પહેલાથી એવી ઢબ રાખી છે કે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યના વ્હાલા દવલા થઈ રહેવાનું, એટલે અધિકારીઓ હોય કે કર્મચારી ટ્રાન્સફરનું નો ટેન્શન, અને કદાચ નિયમ મુજબ થાય તો વળી લાગવગનો છેડો કે નેતાના કાગળિયા કાંડનો કાચો ચિઠ્ઠો પગ નીચે દબાવવાનો એટલે પછી ભઇલા અને બાપલિયા કરી મનગમતી બદલી થઈ જાય, હાલની બનેલી ઘટનામાં મંગળવારે આપણા ધારાસભ્યો અને સાંસદોની કામ અંગેની..અરે સોરી બદલીઓની ભલામણ સાંભળવા આ બાબતે પહેલાથી કંટાળેલા મંત્રી સાથે બેઠા હતા. તેવામાં હાલની સરકારમાં મહત્વના હોદ્દા પર રહેલા નેતા અધિકારીની ભલામણ લઈ પહોંચ્યા, તરત જ મંત્રીની છટકી અને એક લીટીમાં બધાની સામે કહીં દીધું તેઓ સિંગલ ઓર્ડર બદલી નહી કરે, જવાબ સાંભળી ત્યાં બેઠેલા બીજા MLA અને MPમાં પણ સોંપો પડી ગયો અને તેમણે ફક્ત કામની રજૂઆત કરી બદલીને બાજુમાં રાખી,ત્યારે હવે જોવું રહ્યું કે મંત્રીએ નવો ચીલો ચાતર્યોએ ચાલે છે કે પછી ફરી પીન અડાવી ટ્રાન્સફરનો જૂનો 'વહીવટ' ચાલુ રાખે છે.

તમે મલાઈ લઈ લીધી અમારી ક્યાં? વડોદરામાં કોર્પોરેટરે અને કોર્પોરેટરોની 'લાઈન ઉઘાડી'
ઘણી વખત સ્થાનિક નેતાઓ કોઈ 'વહીવટ'માં રાજીખુશીથી એક થઈ જશે. અને પછી તું ભી ચૂપ ઔર મે ભી ચૂપ, પણ વડોદરામાં પણ આવી જ એક અષ્ટમ ગષ્ટમ થઈ પણ બન્યું એવું કે કોર્પોરેશનને અંધારામાં રાખ્યા અને તું ભી ચૂપ વાળો નિયમ નેવે મૂક્યો તો પોલ ઊઘડી ગઈ, વાત જાણે એમ છે કે એક વોર્ડની બે મહિલા કોર્પોરેટરોએ બિલ્ડરની સાઈટ પર બારોબાર પાણીની બે લાઈનો ગેરકાયદે લાગવગથી નખાવી દીધી, અને બિલ્ડર પાસેથી મળેલી મલાઈ સરખે ભાગે વહેંચી ઓડકાર ખાઈ લીધો, પણ તેની ગંધ અન્ય એક કોર્પોરેટરને આવી ગઈ, પછી તો શું સાહેબે તો પાણીની લાઈન નાખતા ઇજારદારને બોલાવી બરોબરનો ખખડાવ્યો અને બન્ને કનેક્શન કાપી નખાવ્યા, પણ તોય મામલો શાંત ન પડ્યો કારણ કે બિલ્ડર પાસેથી મલાઈ ખાવાની ભાઈને બાકી હતી. એટલે હાલ તો વહીવટનું કોડકું ગુંચવાયું છે, પણ બે મહિલા કોર્પોરેટરોને એ જ્ઞાન આવી ગયું છે કે કોર્પોરેશનને અને કોર્પોરેટરને અંધારામાં રાખી મલાઈ ખાશો તો માખી જરૂર આવશે.

વડોદરા મહાનગર પાલિકા

સચિવાલયની લત ભૂલી બંગલેથી બારોબાર કામ?
વાહ રે તમારા કામકાજ, એવું તો શું ખાસ કામ હશે કે સાહેબને બંગલેથી જ આદેશ આપવાની મજા આવે, ગુજરાત સરકારના સારા બંગલા જોઈ મોહી ગયા છો કે પછી બંગલાથી કરેલું કામ બંગલા બનાવે એવું છે? અંદર વાત ખાનગીમાં જણાવી દઈએ તો ફરી એકવાર સિનિયર નેતાના અંગત સચિવ તેમના નિવાસસ્થાનેથી કામ કરી રહ્યા હોવાનો ચર્ચા ચારેકોર થઈ રહી છે. પણ અધિકારી સિનિયર નેતા એટલા અંગત થઈ ગયા છે કોઈ તેમની મૂછનો વળ ખેંચવા તૈયાર નથી. પરભારું અને પોણાબારું આ કામ કેવું થતું હશે એ તો મંત્રી જાણે અને તેના અંગત સચિવ, પણ એક વાત પણ પ્રશ્ન જરૂર થાય છે કે સરકારમાં સિનિયર નેતાઓથી લઈ મંત્રીઓની ખાનગી રાહે તપાસ થઈ રહી છે છતાં પણ આ બંગલાકાંડ કેમ કોઈને ધ્યાને આવતો નથી? અને કદાચ આવે પણ છે તો કોઈ એક્શન લેવાની હિમંત કેમ થતી નથી. હાલ તો હે ને બંગલેથી બારોબાર ઠાઠમાઠમાં મંત્રીજીના કામ અને તેમની સેવા એ જ લક્ષ્ય, પછી ભલે ને સચિવાલયમાં ટોક ઓફથી ટાઉન કિસ્સો બને..

સ્વર્ણિમ સંકુલ

ખર્ચો કરવો પડશે તો જ સારું દેખાશે.! ધારાસભ્યો સૂડી વચ્ચે સોપારી
ભાજપનું સંગઠન એટલે કામ લેવામાં માહેર, કાર્યકરો કે નેતાઓ નવરા બેસી રહે તે બિલકુલ પોસાય નહીં, આમ તો આ બધા માટે પાર્ટી થોડું ઘણું ફંડ પણ આપે અને કાર્યક્રમો યોજાય, પણ હાલના ધારાસભ્યોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ, કારણ કે 2024ની લોકસભા ચુંટણીના આયોજનો મતવિસ્તારમાં કરવાના અને હિસાબ ઉપર રજૂ કરવાનો પણ હિસાબ ફક્ત કામનો થાય, ખર્ચેલા રૂપિયાનો નહીં. એટલે કાઠું પડ્યું અને નારાજગી અંદરખાને ફરતી થઈ. ઉદાહરણ પણ લઈ લો એક ધારાસભ્ય કે જે ગત ટર્મ માં મંત્રી હતા અને આ વખતે પત્તુ કપાયું હતું તેમનું કહેવું છે કે અમારી હાલત બાવાના બે બગડે એવી થઈ છે. મતવિસ્તારમાં જે ટાસ્ક સોંપાય તેનો ખર્ચ સંગઠન માંથી અપાતો નથી , લોકસભાની ચૂંટણી માટે તૈયારી છે પણ સાંસદ પાસે ખર્ચો માંગવા જવાય નહીં, કોર્પોરેટરો એવું સમજે છે કે ધારાસભ્યો બહુ કમાય છે એટલે એમણે જ ખર્ચો કરવાનો, પણ હવે સારું દેખાડવા મોટાભાગના ધારાસભ્યો પાર્ટીની સિસ્ટમથી રગેરગથી જાણકાર છે તેથી જ વિલા મોઢે ખર્ચા સાથે બળાપો કાઢી કામે લાગી ગયા છે.

શહેરની સમસ્યા રહેવા દો ! 9 વર્ષ બે મિસાલની વાત કરો! 
ભાજપ હાલ ઘરે ઘરે મોદી સરકારના નવ વર્ષના લેખાંજોખાં પહોંચે તે માટે ઉજવણી કરી રહ્યું છે, કામ એટલા બધા છે ગણાવવા પણ પાના પકડી પ્રજા વચ્ચે જવું પડે, પણ અમુક સ્થાનિક સમસ્યાઓ એવી છે કે જે હજુ પણ વણઉકેલી પડી છે. એટલે સ્વાભાવિક પ્રશ્નો તો થવાના જ, અને તેનો જવાબ પણ એક જ મળવાનો 9 વર્ષ બે મિસાલની વાત કરો હાલ બીજું કોરણે મૂકો. કઇંક આવું જ બન્યું અમદાવાદમાં, સાંસદોએ શહેરી વિકાસ માટે કરેલા કામોનો હિસાબ જનતાને આપવા પત્રકાર પરિસદ બોલાવી, જેમાં શહેરી સમસ્યા અંગે પૂછતાં એક મહિલા નેતા અકળાઈ ગયા અને સાંસદ જવાબ આપે તે પહેલા ડોકિયું કરી બોલી ઉઠયા કે હાલ શહેરની સમસ્યા રહેવા દો, 9 વર્ષના કામો અંગે પૂછો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ