બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / best time to drink karela juice in diabetes benefits

હેલ્થ / ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે આ જ્યૂસ, ઈન્સ્યુલિનમાં વૃદ્ધિ સહિત મેટાબોલિઝમમાં થશે સુધારો

Manisha Jogi

Last Updated: 09:47 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કારેલાનું જ્યૂસ લોહીમાં રહેલ શુગરને ઓછું કરી શકે છે. ઉપરાંત અન્ય એક એવો ફાયદો પણ છે, જેના કારણે તે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે.

  • ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક.
  • લોહીમાં રહેલ શુગરને ઓછું કરી શકે છે.
  • મેટોબોલિઝમમાં સુધારો થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મોટાભાગના લોકો ડાયાબિટીસમાં કારેલાનું જ્યૂસ પીવાના ફાયદા ગણાવે છે. કારેલાનું જ્યૂસ લોહીમાં રહેલ શુગરને ઓછું કરી શકે છે. ઉપરાંત અન્ય એક એવો ફાયદો પણ છે, જેના કારણે તે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. 

કારેલાના જ્યૂસના ફાયદા (Karela juice benefits in diabetes)

  • કારેલાનું જ્યૂસ ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. કારેલામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ રહેલા છે, જે ઈન્સ્યુલિન પ્રોડ્યૂસ કરનાર પૈંક્રિયાઝનું કામ ઝડપથી કરે છે. કારેલાના જ્યૂસથી રેડિકલ ડેમેજ થાય છે અને પૈંક્રિયાઝમાં નવી β કોશિકાઓનું નિર્માણ કરવામાં મદદ કરે છે. ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને ગ્લુકોઝનો ઉપયોગ વધતા બ્લડ શુગર ઓછું થાય છે. 
  • કારેલાનું જ્યૂસ હાઈપોગ્લાઈકેમિક એજન્ટ છે. 
  • કારેલાની કડવાશને કારણે પાચનશક્તિ મજબૂત બને છે. મેટોબોલિઝમમાં સુધારો થાય છે અને ઈન્સ્યુલિન વધે છે અને બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. 

કારેલાના જ્યૂસનું સેવન
સવારે ભૂખ્યા પેટે અડધા કપ ગરમ પાણી સાથે કારેલાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેથી એક યોગ્ય સવારની શરૂઆત  થાય છે, મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે અને પૈંક્રિયાઝ યોગ્ય પ્રકારે કામ કરે છે. સપ્તાહમાં 3 દિવસ કારેલાના જ્યૂસનું સેવન કરવું જોઈએ. દરરોજ કારેલાના જ્યૂસનું સેવન કરવાથી શરીરને તેની આદત પડી જાય છે ને લિવર ઓવરએક્ટિવેટ થાય છે. સમય જતા તેને કારણે નુકસાન થઈ શકે છે. જો તમારું ફાસ્ટિંગ શુગર છે, રાત્રે પણ આ જ્યૂસનું સેવન કરી શકાય છે. 

 (Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ