બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / આરોગ્ય / Best five vegetable healthy juice for summer

હેલ્થ / ઘરમાં રહેલા આ શાકભાજીનુ જ્યૂસ પીવાનું કરો શરુ...બીપી અને શુગર રહેશે દૂર, દિવસભર રહેશો એક્ટિવ

Bijal Vyas

Last Updated: 03:52 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetable Juice:શું તમે જાણો છો કે, ગરમીમાં ફળોના જ્યૂસથી વધારે શાકભાજીનો જ્યૂસ સ્વસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે. આવો જાણીએ તે શાકભાજી વિશે...

  • કાકડીનો જ્યૂસ પીવાથી શરીરને ડીહાઈડ્રેશનથી બચી શકાય છે
  • ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ માટે દૂધીનો રસ રામબાણ ઇલાજ
  • તુરીયાનો જ્યૂસ વજન ઘટાડવામાં મદદ કરે છે

Vegetable Juice: ઋતુ ગમે તે હોય, સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે અને જ્યારે ઉનાળો આવે છે, ત્યારે ડૉક્ટરો અને ડાયટિશિયન દરેકને તેમના ડાયટમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપે છે. ઉનાળામાં મોટાભાગના લોકોને ઠંડા ફળોનો રસ પીવો ગમે છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં ફળોની જેમ શાકભાજીનો રસ પીવાથી ઘણો ફાયદો થઈ શકે છે. આવો જાણીએ કેટલાક હેલ્ધી વેજીટેબલ જ્યુસ વિશે જે તમારા માટે ફળો કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે.

1. કાકડીનો જ્યૂસઃ ઉનાળામાં કાકડી ખાવી કોને પસંદ નથી હોતી તે સ્વસ્થ રહેવા ઉપરાંત શરીરને હાઇડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ માત્ર કાકડી જ શા માટે, તમે તેના જ્યૂસથી પણ ફાયદો ઉઠાવી શકો છો. રોજ કાકડીનો જ્યૂસ પીવાથી શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવાની સાથે તમે શરીરને ડિટોક્સીફાઈ પણ કરી શકો છો.

ફળ અને શાકભાજીના જ્યૂસથી બગડી જશે કિડની, લીવરના ડોક્ટરે કર્યો એવો ખુલાસો કે  ઉડી જશે ઊંઘ | Fruit and vegetable juice will spoil kidney, liver doctor  explained that sleep will fly away

2. દૂધીનો જ્યૂસઃ દૂધી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ભલે તમને તે સ્વાદિષ્ટ ન લાગે. પરંતુ તે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓ માટે રામબાણથી ઓછી નથી. ઉનાળામાં દૂધીનો જ્યૂસ પીવાથી ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી અને તમારું પેટ પણ સારું રહે છે.

3. કારેલાનો જ્યૂસઃ કારેલાના જ્યૂસના ફાયદાઓથી આપણે બધા જાણીતા છીએ. કારેલાના જ્યૂસને ડાયાબિટીસનો દુશ્મન માનવામાં આવે છે. જે લોકોનું બ્લડ સુગર કંટ્રોલ નથી, તેઓ થોડા અઠવાડિયા સુધી દરરોજ કારેલાનો જ્યૂસ પી શકે છે. આ સિવાય કારેલાનો જ્યૂસ પીવાથી પેટ સંબંધિત અન્ય રોગો પણ મટે છે. ખીલની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તે શરીરને ડિટોક્સિફાય કરવામાં પણ મદદ કરી શકે છે.

અનોખો કિસ્સો: પતિ નથી પીતો કારેલાનો જ્યૂસ, ચિંતાગ્રસ્ત પત્ની ફરિયાદ લઈને  પોલીસ પાસે પહોંચી | husband does not drink bitter gourd juice wife  concerned about his health

4. ટામેટાનો જ્યૂસઃ ટામેટાંનો જ્યૂસ પોષક તત્વોની ખાણ છે. તેમાં વિટામીન અને અન્ય પોષક તત્ત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. ટામેટાંનો જ્યૂસ પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે અને પેટને લગતી બીમારીઓ જેમ કે ભૂખ ન લાગવી, કબજિયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે.

5. તુરીયાનું જ્યુસઃ તમે તુરીયાના જ્યુસમાંથી પણ ફાયદા મેળવી શકો છો. તુરીયામાં કેલરીની માત્રા ઓછી હોય છે અને કોલેસ્ટ્રોલની હાજરી નહિવત હોય છે. તે શરીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીને તરત પચાવવાનું કામ કરે છે. જો તમે વજન ઘટાડી રહ્યા છો, તો તમારે તમારા આહારમાં તુરીયાનો રસ સામેલ કરવો જોઈએ. આ તમારી વજન ઘટાડવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ