બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / bengal tiger roaming around residential area in mexico shocking video goes viral

બાપ રે બાપ / VIDEO : રસ્તા પર ફરતો હતો વાઘ, લોકોમાં ભાગમભાગ, એક શખ્સ આવ્યો બિલાડીની જેમ ઉપાડીને લઈ ગયો

Premal

Last Updated: 02:06 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેક્સિકોમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં એક બંગાળ વાઘ રહેણાંક વિસ્તારના રસ્તા પર ફરતા દેખાય છે. ત્યારબાદ સ્થાનિકોમાં વધુ દહેશત ફેલાઈ છે. જો કે, વાઘે કોઈને નુકસાન પહોંચાડ્યુ નથી.

  • બંગાળ વાઘ રહેણાંક વિસ્તારના રસ્તા પર ફરતો દેખાયો
  • વાઘને ફરતો જોઈને સ્થાનિકોના રૂંવાડા ઉભા થયા
  • ત્યારબાદ એક યુવક વાઘને દોરડુ બાંધીને પોતાની સાથે લઇ ગયો 

મેક્સિકોના ટેકુઆલાની છે આ ઘટના

પરંતુ જ્યારે સ્થાનિકોએ ફૂટપાથ પર વાઘને ચાલતા જોયો ત્યારે સ્થાનિકોના રૂંવાડા ઉભા થયા. તો કેટલાંક લોકો આ ઘટનાને  કેમેરામાં કેદ કરવા લાગ્યા તો કેટલાંક લોકો પોતાના ઘરમાં ભાગી ગયા. થોડા સમય બાદ એક માણસ વાઘની પાસે પહોંચે છે અને સરળતાપૂર્વક તેના ગળામાં દોરડુ બાંધીને વાઘને પોતાની સાથે લઇ જાય છે. આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર એકાઉન્ટ @AmazingPosts_ પરથી 15 જૂને શેર કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યુ, એક બંગાળ વાઘ શહેરમાં ફરતો જોવા મળ્યો. ત્યારબાદ સરળતાપૂર્વક પકડીને ઘરે લઇ જવામાં આવે છે. આ ઘટના મેક્સિકોના ટેકુઆલામાં થઇ. આ ક્લિપને અત્યાર સુધી અંદાજે 13 હજારથી વધુ વ્યુજ અને સેંકડો લાઈક્સ મળી છે. આ સાથે યુઝર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

યુવક વાઘને બિલાડીની જેમ પકડીને લઇ ગયો

આ 31 સેકન્ડના વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક બંગાળ વાઘને ફૂટપાથ પર ફરતો જોઈને સ્થાનિકો ડરી જાય છે અને તેનો વીડિયો બનાવવા લાગે છે. ક્લિપમાં એક મહિલા કહેતી સંભળાય છે કે ચૂપ રહો, તે અમારી નજીક આવી શકે છે. જો કે, વાઘ શાંતિથી આગળ વધી રહ્યો છે. થોડી વાર આમતેમ ફર્યા બાદ તે એક જગ્યાએ શાંતિથી બેસી જાય છે. આ દરમ્યાન એક યુવક હાથમાં દોરડુ લઇને આવે છે અને સરળતાપૂર્વક વાઘને પકડી લે છે. એવુ લાગે છે કે વાઘ તેનુ પાલતુ પશુ છે. જો કે, વાઘ કોઈના પર અટેક કરતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ