શરીર માટે દરેક પ્રકારના વિટામિન્સ જરુરી. ત્યારે કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે સરળ ઉપાય છે અંજીર ખાવા.
હાડકા મજબૂત કરવાનો ઉપાય
અંજીર ખાવાના છે અનેક ફાયદા
પલાળેલા અંજીર ખાવા લાભદાયી
શરીરમાં હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે તમારે ડાયટમાં ખાસ ધ્યાન રાખવાની જરુર છે. કારણ કે ભોજનમાંથી આપણને કેલ્શિયમ મળી રહે છે. દૂધમાંથી કેલ્શિયમ મળે છે તેતો આપણે જાણીએ જ છીએ પરંતુ અંજીરમાંથી પણ કેલ્શિયમ મળે છે. ખરેખરમાં અંજીરમાં એન્ટી-ઓક્સીડેન્ટની માત્રા ઘણી વધારે હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. અંજીરમાં વિટામિન્સ અને મિનરલ પણ મળી આવે છે. આથી હડકાં મજબૂત કરવા માટે અંજીર ખાવુ જરુરી છે. ત્યારે આવો જાણીએ અંજીરનું સેવન કેવી રીતે કરવું.
પલાળેલા અંજીર ખાઓ
અંજીરને પલાળીને ખાવાથી ખૂબ ફાયદો મળે છે. જે લોકો એકલા અંજીર ખાવાનું પસંદ કરે છે તેઓ તેને પલાળીને ખાય તો વધુ અસર કરે છે. હાડકાંને મજબૂત કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.
હાડકા થશે મજબૂત
સૌથી પહેલા તો પલાળેલા અંજીર હાડકાંને મજબૂત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. એટલે કે એવા લોકો જેમના હાડકા સમય પહેલા નબળા થઈ રહ્યા છે તેઓ તેનું સેવન કરી શકે છે.
હૃદય માટે ફાયદારુપ
આ સાથે પલાળેલા અંજીર પણ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીર ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત થાય છે, જે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.
પાચનની સમસ્યાઓ દૂર થાય છે
અંજીરથી પાચન તંત્રની સમસ્યાઓ પણ દૂર થાય છે. અંજીરમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેથી તે પેટ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરે છે.
લોહીની ઉણપ ઘટાડે છે
જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં એનિમિયાની ઉણપ દૂર થાય છે.