બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / benefits of carrot and beetroot juice drink it regularly in winter

હેલ્થ ન્યુઝ / શિયાળાની ઋતુમાં ઔષધિથી કંઇ કમ નથી આ 2 શાકભાજીના જ્યુસ, નિયમિત પીવાથી દૂર થશે આ 5 બીમારી

Arohi

Last Updated: 10:26 AM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Carrot And Beetroot Juice Benefits: ગાજરમાં વિટામિન-એ, બી, ઈ, કેલ્શિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો મળી આવે છે. ત્યાં જ બીટમાં આર્યન હોય છે.

  • શરૂ થશે શિયાળાની ઋતુ
  • નિયમિત પીવાથી દૂર થશે આ 5 બીમારી
  • શરીરમાં લોહીની કમી કરશે પૂરી

ડેલી ડાયેટમાં હેલ્ધી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. સાથે જ એન્ટીઓક્સીડેન્ટ, વિટામનિ અને મિનરલ્સ વાળી વસ્તુઓ ખાવી જોઈએ. જેનાથી શિયાળામાં પણ હેલ્ધી રહી શકાય. તેના માટે લોકો ઘણા પ્રકારની વસ્તુઓનું સેવન કરે છે. પરંતુ ગાજર અને બીટનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. 


 
ગાજરમાં વિટામિન-એ, બી, ઈ, કેલ્શિયમ, ફાઈબર અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. ત્યાં જ બીટ આયર્નનો સારો સ્ત્રોત છે. સાથે જ સોડિયમ, પોટેશિયમ, ફાઈબર અને નેચરલ શુગરનો પણ તે સારો સ્ત્રોત છે. એવામાં શિયાળામાં જ્યૂસને મિક્સ કરીને પીવાથી હેલ્થ સારી રહે છે. સાથે જ આ જ્યુસનું કોમ્બિનેશન આપણને ગંભીર બીમારીઓથી બચાવી શકે છે. 

વજન કરે છે કંટ્રોલ
વધતુ વજન દરેક માટે સમસ્યા બનેલું છે. એવામાં જો તમે પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો ગાજર અને બીટનો જ્યૂસ વધારે ફાયદાકારક છે. આ મુશ્કેલીઓથી બચવા માટે રોજ એક ગ્લાસ ગાજર અને બીટનો જ્યુસ પીવો. હકીકતે ઓછી કેલેરી અને ફાઈબરથી ભરપૂર આ જ્યૂસ તમારા વજનને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. 

પાચનતંત્ર કરે છે મજબૂત 
શિયાળામાં પેટ સાથે સંબંધિત મુશ્કેલીઓને ઠીક કરવામાં ગાજર અને બીટનો જ્યૂસ વધારે ફાયદાકારક છે. એવામાં જો તમે પાચન સંબંધી સમસ્યાઓ સાથે ઝઝુમી રહ્યા છો તો નિયમિત રીતે ગાજર અને બીટનો જ્યૂસ પીવાનું શરૂ કરી દો. 

આમ કરવાથી તમને જલ્દી આરામ મળી શકે છે. જણાવી દઈએ કે આ જ્યૂસમાં હાજર ફાઈબર પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તેના ઉપરાંત કબજીયાત, અપચા અને ગેસ જેવી સમસ્યાને પણ દૂર કરે છે. 

બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે
ગાજર અને બીટનો જ્યૂસ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં વધારે ફાયદાકારક છે. જો તમારૂ બ્લડ પ્રેશર વધારે છે તો ગાજર અને બીટનો જ્યુસ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હકીકતે આ બન્ને જ્યૂમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ આપણા બ્લાડ પ્રેશરને કંટ્રોલ રાખે છે. આ જ્યૂસને નિયમિત પીવાથી તમે થોડા જ દિવસોમાં સારૂ રિઝલ્ટ મેળવી શકો છો. 

લોહી વધશે 
શરીરમાં લોહીની ઉણપ થવા પર ગાજર અને બીટનો જ્યૂસ જરૂર પીવો જોઈએ. આમ કરવાથી ટૂંક સમયમાં જ તમારા શરીરમાંથી લોહીની ઉણપ દૂર થશે. જણાવી દઈએ કે આ જ્યૂસ આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. 

આ કારણે આ જ્યૂસ આપણા શરીરમાં થઈ રહેલી લોહીની ઉણપને દૂર કરે છે. આ જ્યૂસનું નિયમિત સેવન કરવાથી રેડ બ્લડ સેલ્સનું નિર્માણ ઝડપી થઈ જાય છે. તેનાથી તમે ઘણી મુશ્કેલીઓથી બચી શકો છો. 

કેન્સરથી બચાવશે આ જ્યૂસ 
ગાજર અને બીટનો જ્યૂસ કેન્સર જેવી ગંભીર બીમારીને પણ કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. હકીકતે ગાજર અને બીટ બન્નેમાં એન્ટી કેન્સર ગુણ હોય છે. જે શરીરમાં કેન્સર સેલ્સને વધવાથી રોકે છે. એવામાં જો કોઈ વ્યક્તિ આ બીમારીથી ઝઝુમી રહ્યું છે તો ગાજર અને બીટનો જ્યુસ નિયમિત પીવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ