બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Ben Stokes' 52 Guides England To 5-Wicket Win Over Pakistan

ક્રિકેટ / BIG BREAKING : ઈંગ્લેન્ડ બન્યું ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન, ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે આપ્યો પરાજય

Hiralal

Last Updated: 05:43 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો.

  • ઈંગ્લેન્ડ બન્યું ટી20 વર્લ્ડ ચેમ્પિયન
  • ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે આપ્યો પરાજય
  • 2010માં પણ ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો 
  • પહેલા બેટિંગ કરીને પાકિસ્તાને કર્યાં 137
  • બન્ને ટીમ પહેલા એક-એક વાર જીતી ચૂકી છે ટી20 વર્લ્ડ કપ 

ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી ટી20ની ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટ હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 137 રન બનાવી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવી લીધા હતા.  પાકિસ્તાન વતી કેપ્ટન બાબર આઝમે 32 અને શાન મસૂદે 38 રન બનાવ્યાં હતા. આ બે સિવાય બીજા કોઈ ખેલાડીઓ ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા. 

બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગથી ઈંગ્લેન્ડે 30 વર્ષ જુનો હિસાબ ચૂકતે કર્યો 
ઓસ્ટ્રેલિયામાં 30 વર્ષ જુના સંજોગનું પુનરાવર્તન કરીને ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે છેલ્લી ઘડીએ બધું બદલાઈ ગયું. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 309 વર્ષ પહેલા 1992ની સાલમાં જોરદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર પાકિસ્તાન ફરી એક વાર રેકોર્ડ કરવા જઈ રહ્યું હતું પરંતુ ઈંગ્લેન્ડે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું અને પાકિસ્તાનના હાથમાં આવેલા કોળિયો છીનવી લીધો હતો. લોર્ડ્સમાં ત્રણ વર્ષ પહેલા ઈંગ્લેન્ડને વનડે ક્રિકેટના વિશ્વ ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ ખેલીને પોતાના દેશને ટી20 વર્લ્ડ કપ અપાવી દીધો હતો. મેલબોર્નમાં 30 વર્ષ બાદ ફરી બંને ટીમો વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી હતી. બાબર આઝમની ટીમે 1992ના વર્લ્ડ કપના પાકિસ્તાની ધુરંધરોની જેમ પુનરાગમન કર્યું હતું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ઇંગ્લેન્ડે પણ આ જ રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એમસીજીમાં ફરી એકવાર બંને વચ્ચે મજબૂત ફાઇનલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી અને પાકિસ્તાની ફેન્સ માની રહ્યા હતા કે પછી 30 વર્ષ જુનો સંયોગ દોહરાશે અને તેની ટીમ વર્લ્ડ કપ જીતી જશે પરંતુ તેમની આ આશા અધૂરી રહી ગઈ અને ઇંગ્લેન્ડે છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો અને 5 વિકેટથી જીત સાથે વર્લ્ડ કપ જીતી લીધો.

ઈંગ્લેન્ડ બીજી વાર જીત્યો ટી20 વર્લ્ડ કપ
ટી20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડે બીજી વાર જીત્યો છે. ઈંગ્લેન્ડે 2010ની સાલમાં પણ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ હારનાર પાકિસ્તાન પણ એક વાર ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલું છે. 

અત્યાર સુધીમાં કોણ જીત્યું ટી-20 વર્લ્ડ કપનું ટાઇટલ?
• 2007- ભારત
• 2009- પાકિસ્તાન
• 2010- ઇંગ્લેન્ડ
• 2012- વેસ્ટ ઇન્ડીઝ
• 2014- શ્રીલંકા
• 2016- વેસ્ટ ઇન્ડિઝ
• 2021- ઓસ્ટ્રેલિયા
• 2022 - ઇંગ્લેન્ડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ