બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / before ODI World Cup 2023 Deepak Chahar again suffers injury

ODI વર્લ્ડ કપ / વનડે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, IPL 2023 ની મેચમાં આ સ્ટાર ક્રિકેટર થયો ઈજાગ્રસ્ત

Manisha Jogi

Last Updated: 09:49 AM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. બે વર્ષથી ગંભીર ઈજા પહોંચવા છતા તે છતાં આ ખેલાડીએ મેદાન પર વાપસી કરી હતી, પરંતુ ફરી એકવાર આ ખેલાડીને ઈજા પહોંચી છે.

  • ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમનું ટેન્શન વધ્યું.
  • આ ખેલાડી ગંભીરરીતે ઈજાગ્રસ્ત. 
  • બે વર્ષ પછી મેદાન પર કર્યું હતું કમબેક.

આ વર્ષે ODI વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023) ભારતની મેજબાનીમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમનું ટેન્શન વધી ગયું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) રમવામાં આવી રહી છે, ત્યારે એક ખેલાડીને ઈજા પહોંચી છે. છેલ્લા બે વર્ષથી ગંભીર ઈજા પહોંચવા છતા તે છતાં આ ખેલાડીએ મેદાન પર વાપસી કરી હતી. ફરી એકવાર આ ખેલાડી માટે ટેન્શન વધી ગયું છે. 

ભારતીય ટીમને મોટો ઝટકો

IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા સમયે દીપક ચહરને ફરી એકવાર ઈજા પહોંચી છે. દીપક ચહરને હૈમસ્ટ્રિંગ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન પહેલી જ ઓવરમાં દીપક ચહરને ઈજા પહોંચી છે. આ કારણોસર દીપક ચહરે મેદાનમાંથી બહાર જવું પડ્યું હતું. 

વારંવાર ઈજા પહોંચવાને કારણે મેચમાંથી બહાર

આ 30 વર્ષીય બોલર દીપક ચહરને સ્ટ્રેસ ફ્રેક્ચર અને સાથળની ત્રીજા ગ્રેડની ઈજા પહોંચી હતી. ગયા વર્ષે ડિસેમ્બર પછી દીપક ચહરની આ ત્રીજી મેચ હતી. આ મેચમાં પણ હૈમસ્ટ્રિંગને કારણે તેઓ માત્ર એક જ ઓવર રમી શક્યા હતા. પહેલી ઓવરના પાંચમાં બોલ પછી ડાબા પગમાં હૈમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી, આ કારણોસર તેમણે મેચમાંથી બહાર નીકળી જવું પડ્યું હતું. ફિજિયો પટ્ટી કર્યા પછી છેલ્લો બોલ ફેંક્યો હતો અને મેદાનમાંથી બહાર જતા રહ્યા હતા. દીપક ચહર આગામી મેચ પણ નહીં રમી શકે નહીં તેવું લાગી રહ્યું છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

ચેન્નઈ સુપર કિંગ્સે દીપક ચહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ફેબ્રુઆરી 2022માં તેમને કમરમાં ઈજા પહોંચી હતી, આ કારણોસર તેઓ 6 મહિના સુધી ક્રિકેટ રમી શક્યા નહોતા અને આઈપીએલ 2022નો હિસ્સા બની શક્યા નહોંતા. ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023 માટે દીપક ચહરને રિટેઈન કર્યો હતો. ફરી એકવાર ઈજા પહોંચવાને કારણે ટીમનું ટેન્શન વધી ગયું છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ