બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Beetroot and its health benefits

સ્વાસ્થ્ય ટિપ્સ / શરીરમાં છે લોહી અને હિમોગ્લોબિનની ઉણપ? તો તેને વધારવા રોજ ખાઓ આ ચીજ, બીમારીઓ છૂમંતર

Pooja Khunti

Last Updated: 11:05 AM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits: શિયાળામાં થતાં લાલ બીટ છે ઘણા ગુણકારી. તેના સેવનથી શરીરને ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ મળે છે. દરરોજ એક બીટ ખાવાથી શરીરમાં નહીં રહે લોહીની ઉણપ.

  • સ્વાસ્થ્ય માટે ગુણકારી બીટ 
  • હાર્ટ અટેકનું જોખમ ઘટાડે
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે 

બીટ શિયાળાની ઋતુમાં થાય છે.  બીટનું સલાડ, શાક અથવા જ્યુસ બનાવીને પણ સેવન કરી શકાય છે.  લોહીની ઉણપને પુરી કરવા અને હિમોગ્લોબિનને સુધારવા માટે દરરોજ એક બીટ ખાવું જોઇએ. બીટની અંદર આયર્ન, વિટામિન B હોય છે.  બિટમાં ફાયબરનું પ્રમાણ હોય છે જેના લીધે શરીરનું વજન ઓછું થાય છે. બિટના સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. તેની અંદર ઘણા પોષક તત્વો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બીટની અંદર મોટાં પ્રમાણમાં આયર્ન જોવા મળે છે. બીટની અંદર વિટામિન c, વિટામિન -1, વિટામિન-2, વિટામિન-6 અને વિટામિન B-12 હોય છે. બિટના પાનમાં વિટામિન A મોટાં પ્રમાણમાં હોય છે. 

બીટ ખાવાના ફાયદા: 

હાર્ટ અટેકનું જોખમ ઘટાડે
બીટનું સેવન હ્રદય માટે ઘણું ફાયદાકારક છે. બીટની અંદર મોટાં પ્રમાણમાં વિટામિન B9 હોય છે, જે કોષોના વિકાસ અને તેના કાર્યોને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે. બીટ રક્તકણોને થતાં નુકશાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી હ્રદયરોગ અને હાર્ટ-અટેકના ખતરાને ઓછું કરી શકાય છે. 

બ્લડ પ્રેશર કંટ્રોલ 
બીટની અંદર નાઇટ્રેટ હોય છે જે શરીરની અંદર જતાં જ નાઇટ્રિક ઑક્સાઇટમાં બદલી જાય છે અને રક્તવાહીનીઓને પહોળા કરવામાં મદદ કરે છે.  જેના દ્વારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. બીપીના દર્દીઓએ દરરોજ એક બીટ ખાવું જોઇએ. 

રોગ પ્રતિકારક શક્તિ વધારે 
બીટની અંદર ફાઈબર હોય છે, જેથી શરીરમાં સારા બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. બીટ ખાવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે.  કબજિયાત જેવી સમસ્યાથી પણ રાહત મળે છે. 

સ્ટેમિના વધારે 
બીટનું જ્યુસ પીવાથી સ્ટેમિના વધે છે.  જો તમે દરરોજ વ્યાયામ કરતાં હોય તો તમારા હ્રદયના સારા કાર્ય માટે બીટનું સેવન કરવું જોઈએ.  તેનાથી રક્તસ્ત્રાવ પણ સારો રહેશે.  

લોહીની ઉણપ પૂરી કરે છે 
જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે. આખો મજબૂત બને છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ