બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / because of Ayodhya Ram mandir pran pratishtha flight and hotel rents for 22 january are very much increased

પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ / હજારો રૂપિયામાં પડશે અયોધ્યાની યાત્રા: ફ્લાઇટથી લઈને હોટલના ભાવમાં બમ્પર વધારો

Vaidehi

Last Updated: 12:55 PM, 15 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લીધે અયોધ્યામાં હોટલનાં રૂમનાં ભાવ આસમાને પહોંચ્યાં છે. કેટલીક હોટેલ્સમાં આ ભાવ 70 હજાર રૂપિયા/પ્રતિ રાત્રી થઈ ગયાં છે. મોટા-મોટા મેટ્રો સિટીઝમાં અયોધ્યા માટેની ફ્લાઈટ ટિકિટ્સ પણ ઘણી મોંઘી થઈ ગઈ છે.

  • રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ફ્લાઈટ્સનાં ભાવ વધ્યાં
  • અયોધ્યા હોટેલ્સનું ભાડું 70 હજારને પાર
  • 6-7 હજાર મહેમાનો સમારોહમાં જોડાઈ શકે છે

પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહને હવે થોડા જ દિવસો બચ્યાં છે. 22 જાન્યુઆરીનાં રોજ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સમારોહ માટે હજારો લોકોને આમંત્રણ પહોંચી ગયાં છે. જો તમે 22 જાન્યુઆરીની આસપાસ અયોધ્યા પહોંચવા ઈચ્છો છો તો તમને આ યાત્રા ઘણી મોંઘી પડી શકે છે કારણકે આ તારીખોની આસપાસ અયોધ્યાની હોટેલ્સ અને ફ્લાઈટ્સનાં ભાવ આસમાને પહોંચી ગયાં છે.  ઈઝ માય ટ્રિપ, થોમસ કુક અને SOTC જેવા ટ્રાવેલ પોર્ટલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમ માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે 6-7 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે જેમાં અનેક રાજનેતા અને સેલિબ્રિટી પણ સામેલ છે.

ફ્લાઈટ્સનાં ભાવ આસમાને
થોમસ કુક અને SOTC ટ્રાવેલ અનુસાર મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, કોલકત્તા, હૈદ્રાબાદ અને ચૈન્નઈથી અયોધ્યાની ફ્લાઈટની ટિકિટ 20થી 30 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 22 જાન્યુઆરીવાળા અઠવાડિયામાં ફ્લાઈટનું ભાડું બીજા દિવસોની તુલનામાં ઘણું વધારે છે. મેક માય ટ્રિપ પર સોમવારે 22 જાન્યુઆરી માટે મુંબઈથી અયોધ્યાનાં વનવે ફ્લાઈટની ટિકિટનું ભાડું 17900 રૂપિયાથી 24600 રૂપિયા સુધીનું દેખાડી રહ્યાં છે. જ્યારે 21 જાન્યુઆરીનાં નોન સ્ટોપ ફ્લાઈટનું ભાડું 20699 રૂપિયા દર્શાવી રહ્યાં છે. કોલકત્તાથી અયોધ્યા માટે 20 જાન્યુઆરી માટે ફ્લાઈટ ટિકિટ 19456 રૂપિયાથી 25761 રૂપિયાની વચ્ચે દેખાડી રહ્યાં છે.

વધુ વાંચો: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદ્યો મુંબઇથી પણ વધારે મોંઘો પ્લોટ, જાણો કેમ, કિંમત છે કરોડોમાં

હોટલનું એક રાતનું ભાડું 70000 રૂપિયા
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં આશરે 7000 મહેમાનોનાં પધારવાની આશા છે. આ બાદ દરરોજ 3-5 લાખ લોકો અયોધ્યા પહોંચી શકે છે. રામમંદિરનાં ઉદ્ધાટનને લીધે અયોધ્યા હોટલ્સ ફુલ બુક થઈ ગઈ છે. જેના લીધે હોટલોનાં રૂમનાં ભાડાં પણ વધી ગયાં છે. 80-100% રૂમ ભરાઈ ગયાં છે. જ્યારે કેટલીક હોટેલ્સમાં એક રાત્રીનું ભાડું 70 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ