બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Be careful if you have frequent colds and coughs in winter

હેલ્થ ટીપ્સ / શિયાળામાં શરદી-ઉધરસ વારંવાર થતી હોય તો સાવધાન, 5 બીમારીઓના હોય શકે લક્ષણ, આવી રીતે બચો

Kishor

Last Updated: 05:15 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે પડકાર સ્વરૂપ હોય છે, આ ઋતુમાં તાપમાન ઘટે છે, જેથી વાઇરસ અને બેક્ટેરિયાનું ઇન્ફેકશન વધી જાય છે. તેનાથી બચવા માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ડૉક્ટર પાસે થી જાણીએ, આ સામાન્ય બીમારીઓ થી બચવાના ઉપાય.

  • શિયાળામાં અસ્થમાના દર્દીઓને તકલીફ થઈ શકે છે
  • વધુ ઠંડીના કારણે મૂડ સ્વિંગ પણ થઈ શકે
  • શિયાળામાં બીમારીઓ બચવા તાજો ખોરાક લો: હેલ્થ એક્સપર્ટ

સંપૂર્ણ ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે-ધીરે તાપમાન ઓછું થવાથી હવામાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ફરવા અને ખાવા-પીવા માટે આ ઋતુ ખૂબ જ સારી માનવામાં આવે છે. આ મૌસમમાં સ્વાસ્થ્યની કાળજી લેવી અને સ્વસ્થ રહેવું ખૂબજ જરૂરી છે. વાઇરસ અને બેક્ટેરિયાથી ઇન્ફેકશન થઈ શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો માટે આ ઋતુમાં મુશ્કેલીઓ વધી જાય છે, અને તેમણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવતા અઠવાડિયા સુધીમાં ઠંડી વધી જશે. ડૉક્ટરથી જાણીએ કે શિયાળામાં લોકોને કઈ બીમારીઓ થવાનો જોખમ રહે છે. 

શરદી-ખાંસી, તાવની તકલીફ દૂર કરો ઘરગથ્થુ ઉપચારથી | Home remedies for cold  and cough

વાતાવરણમાં પરિવર્તનના કારણે થતાં રોગથી બચવા માટે ટિપ્સ

નવી દિલ્લીના સર ગંગારામ હોસ્પિટલના પ્રિવેન્ટીવ હેલ્થ અને વેલનેસ ડિપાર્ટમેંટના ડૉક્ટર સોનિયા રાવતના જણાવ્યા મુજબ જ્યારે મૌસમમાં બદલાવ થાય ત્યારે વાઇરસ અને બેક્ટેરિયાના ચેપનું ફેલાવાનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુમાં શરદી-ઉધરસ, ગળામાં ઇન્ફેકશન, તાવ, અસ્થમા, ન્યુમોનિયા અને સાંધાના દુખાવાની સમસ્યાના મોટાં ભાગના કેસ જોવા મળે છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેમને મૌસમી રોગ સૌથી વધુ થાય છે. આ હવામાનમાં જલ્દીથી વાઇરસ અને બેક્ટેરિયા ફેલાય છે, અને લોકો તેના સંપર્કમાં આવી જલ્દીથી સંક્રમિક થઈ જાય છે. દરેક ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી ફેલાવા લાગે છે. આથી દર્દીઓની સંખ્યા જલ્દીથી વધી જાય છે. શરદી-ઉધરસ જેવા વાઇરસ ઉધરસ કે છિક ખાવાથી ફેલાય છે. એટલે તેનાથી સાવચેતી રાખો. 

શું બદલતી સિઝનમાં શરદી - ઉધરસ અને તાવથી છો પરેશાન, તો અપનાવો આ ઘરેલૂ ઉપાયો,  સો ટકા મળશે રાહત | know abou the home made remedies for cough and cold

ફ્લૂ વેક્સિન લગાડવાથી ઓછો થશે ખતરો 
ડૉ. સોનિયાની રાવતના કહ્યા મુજબ શિયાળામાં થતી સામાન્ય બીમારીઓથી બચવા માટે ફ્લૂ વેક્સિન [ફલૂની રસી] લેવી જોઈએ. તેને ફલૂ શૉટ પણ કહેવામાં આવે છે. આ રસી લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. જેથી લોકોમાં ચેપ ફેલાવાની સમસ્યા ઘણી ઓછી થઈ જાય છે. ફ્લૂ શૉટ લગાવાથી મૌસમી ફલૂનો ખતરો 40-60 ટકા સુધી ઓછો થઈ જાય છે. ફ્લૂ વેક્સિન લોકોના સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે, પણ જો તમને કોઈ ગંભીર બીમારી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. 

શિયાળામાં બીમારીઓથી કેવી રીતે બચવું 
શિયાળામાં તંદુરસ્થ રહેવા માટે ઠંડીથી બચવું જોઇએ. વધુ ઠંડા વાતાવરણમાં જરૂર વગર ઘરની બહાર ન જવું જોઇએ અને ઠંડીથી બચવા યોગ્ય કપડાં પહેરવા જોઇએ. 30 મિનિટ જેટલી શારીરિક કસરત કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે અને તમને શરદી-ઉધરસ જેવી સમસ્યાઓ નહીં થાય. જંક ફૂડ ખાવાથી બચવું જોઇએ, ઘરમાં બનાવેલો તાજો ખોરાક જ ખાવો જોઇએ. તમારા આહારમાં વિટામિન c નો ઉમેરો કરો. વધુ પ્રમાણમાં શાકભાજી, તાજા ફળ અને સૂકા મેવાનો સમાવેશ કરો. પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઇએ. સંતરા, આંબળા જેવા ખાટા ફળો ખાવા જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ