બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અમદાવાદ / Be amazed at the honesty of the bus driver, the passenger forgot a bag of jewelry worth lakhs of rupees in the bus, see what happened next

પેટલાદ / બસ ડ્રાયવરની ઈમાનદારી પર ઓવારી જશો, મુસાફર બસમાં ભુલી ગયો લાખો રૂપિયાના ઘરેણાંની બેગ, જુઓ પછી શું થયું

Vishal Khamar

Last Updated: 05:58 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટલાદથી ગોધરા જતી એસટી બસમાં મુસાફર તેની સોના-ચાંદી ભરેલ થેલો ભૂલી ગયો હતો. જે બેગ બસના ડ્રાયવર-કંડક્ટરને મળી આવતા તેઓએ આ બેગ મુસાફરને પરત કરી હતી.

  • પેટલાદ ડેપોમાં બસ ડ્રાઇવર-કંડક્ટરની ઈમાનદારી આવી સામે
  • પેટલાદથી ગોધરા જતી ST બસમાં મુસાફર ભુલી ગયા પોતાની બેગ
  • બસ ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરને શોધી બેગ કરી પરત

ઘણી વખત આપણે મુસાફરી દરમ્યાન બસ, રીક્ષા કે ખાનગી ટ્રાવેલ્સમાં આપણો કિંમતી સામાન ભૂલી જતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક કિસ્સો પેટલાદ ડેપોમાં બનવા પામ્યો હતો. ત્યારે પેટલાદ ડેપોમાં બસ ડ્રાઈવર-કંડક્ટરની ઈમાનદારી સામે આવી છે.  જેમાં પેટલાદથી ગોધરા જતી એસ.ટી.બસમાં મુસાફરી દરમ્યાન મુસાફર પોતાની બેગ ભૂલી ગયો હતો. ત્યારે મુસાફરની બેગમાં લાખો રૂપિયાના ચાંદીના દાગીના હતા. ત્યારે આ બાબતની જાણ બસ ડ્રાઈવર તેમજ કંડક્ટરને બસમાં તપાસ કરતા બેગ બસમાંથી મળી આવી હતી. બસ ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરને શોધી બેગ પરત કરી હતી. ત્યારે મુસાફરે બસ ડ્રાઈવર તેમજ કંડક્ટરનો આભાર માની તેઓની ઈમાનદારીને બિરદાવી હતી.

મુસાફરને બેગ પરત કરી

મને મારી બેગની તમામ વસ્તુ મળી ગઈઃમુસાફર
આ બાબતે મુસાફરે જણાવ્યું હતું કે મેં આણંદથી ગોધરા સુધી મુસાફરી કરી હતી.  ત્યારે મારી બેગ બસમાં રહી ગઈ હતી. આ બાબતની જાણ મેં પેટલાદ કંટ્રોલને જાણ કરી હતી. જે બાદ ગોધરા કંટ્રોલ ડેપો દ્વારા બેગની જાણ ડ્રાયવર કંડક્ટરને કરી હતી. જે બાબતે ડ્રાયવર-કંડક્ટરે મને કહેલ કે તમારી બેગ મળી ગઈ છે. તો આવતીકાલે કંટ્રોલ રૂમ પર આવી તમે તમારી  બેગ લઈ જજો. ત્યાદ આજે હું બેગ લેવા માટે પેટલાદ કંટ્રોલ રૂમ ખાતે આવ્યો હતો અને મને મારી બેગની તમામ વસ્તુ મળી ગઈ હતી.

બેગમાં ચાંદીના દાગીના હતા
પેટલાદ ડેપોનાં ડીઆઈએ મુસાફરને બેગ પરત કરી

ડ્રાયવર-કંડક્ટરે બેગ પેટલાદ ડેપોમાં જમા કરાવી હતીઃપેટલાદ ડેપો ડીઆઈ
પેટલાદ ડેપોમાં ડીઆઈ તરીકે ફરજ બજાવતા અધિકારીએ જણાવ્યું હતું કે પેટલાધથી ગોધરા જતી બસમાં એક મુસાફર મુસાફરી કરી રહ્યો હતો. તે દરમ્યાન તેઓ તેઓની બેગ બસમાં ભૂલી ગયા હતા. જે બાબતની જાણ થતા આ બાબતે અને કંટ્રોલને જાણ થતા અમે ડ્રાયવર-કંડક્ટરને આ બાબતે જાણ કરતા કંડક્ટર-ડ્રાયવરને બેગ મળતા તેઓએ પેટલાદ કંટ્રોલ ડેપો ખાતે બેગ જમા કરાવેલ ત્યારે આજ રોજ મુસાફરને બેગ પરત કરવામાં આવેલ છે. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ