બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci secretary jay shah congratulates r ashwin on becoming icc number 1 test bowler

સ્પોર્ટ્સ / રવિચન્દ્રન અશ્વિન બન્યો વર્લ્ડનો નંબર 1 બોલર, જય શાહે કહ્યું 'પ્રદર્શન પ્રેરણાદાયક'

Arohi

Last Updated: 11:18 AM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jay Shah Congratulates Ravichandran Ashwin: ઈંગ્લેન્ડના સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં આર અશ્વિને 26 વિકેટ લીધી જેના બાદ અશ્વિનને આઈસીસી પાસેથી મોટુ ઈનામ મળ્યું. આઈસીસીની લેટેસ્ટ રેકિંગમાં અશ્વિન જસપ્રીત બુમરાહને પછાડતા ટેસ્ટ નંબર 1 બોલર બની ગયા છે. હાલમાં જ જય શાહે તેમને આ ઉપલબ્ધિને હાસિલ કરવા પર શુભકામનાઓ પાઠવી છે.

ભારત-ઈંગ્લેન્ડની વચ્ચે રમાયેલી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ ટીમ ઈન્ડિયાએ 4-1થી પોતાના નામે કરી. આ ટેસ્ટ સીરિઝમાં ભારતના સ્પિન બોલર આર અશ્વિને ધાંસૂ પ્રદર્શન કર્યું. તેમના આ પ્રદર્શનનું આઈસીસી પાસેથી મોટુ ઈનામ પણ મળ્યું છે. 

બુધવારે આઈસીસીની ટેસ્ટ રેંકિંગમાં આર અશ્વિન દુનિયાના નંબર -1 બોલર બની ગયા છે. અશ્વિન જસપ્રીત બુમરાને પછાડીને ટેસ્ટ નંબર-1 બોલર બની ગયા છે. આ ખાસ ઉપલબ્ધિ બાદ તેમના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. BCCIના સચિવ જય શાહે પોતાના એક્સ પર એક ખાસ ટ્વીટ શેર કરી છે. 

હકીકતે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં આર અશ્વિને 26 વિકેટ લીધી. તેમણે આ ટેસ્ટ સીરિઝમાં પોતાની 100મી ટેસ્ટ મેચ પણ રમી. જેમાં તેમણે કુલ 9 વિકેટ હાસિલ કરી. તેમને તેના બાદ આઈસીસીની લેટેસ્ટ રેંકિંગમાં ઈનામ મળ્યું. 

અશ્વિને જસપ્રીત બુમરાહને પછાડતા ટેસ્ટ નંબર 1 બોલરનું ટેગ મેળવી લીધુ. અશ્વિનના કુલ 870 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે. બીજા નંબર પર જોશ હેજલવુડ છે. જસપ્રીત બુમરાહ ત્રીજા નંબર પર આવી ગયા છે. 

વધુ વાંચો: IPL 2024: વિરાટ કોહલીની મેદાન પર ક્યારે થશે વાપસી? સામે આવી લેટેસ્ટ અપડેટ

જય શાહે આપી શુભકામનાઓ 
આર અશ્વિનના ટેસ્ટ નંબર 1 બોલર બન્યા બાદ BCCI સચિવ જય શાહે તેમને શુભકામનાઓ આપી. પોતાના એક્સ પર જય શાહે લખ્યું, ખુબ શુભકામનાઓ અશ્વિનને છઠ્ઠી વખત ટેસ્ટ નંબર 1 બોલર બનવા પર. શાનદાર ઉપલબ્ધિ છે. ભારતીય સ્પિનરની. તમારૂ સતત શાનદાર પ્રદર્શન અમારા બધા માટે પ્રેરણા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ