બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI president Chetan Sharma said, players take injections even when they are 80% fit

સૌથી મોટો ઘટસ્ફોટ / ખુદને ફીટ રાખવા ભારતીય ક્રિકેટર ઈન્જેક્શનનો...: પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માનો ચોંકાવનારો દાવો

Priyakant

Last Updated: 09:40 AM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેતન શર્માએ કહ્યું, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે અને 100% ફિટ થઈ જાય છે. આ પેઇન કિલર નથી. આ ઈન્જેક્શનમાં એવી દવાઓ હોય છે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી

  • BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માનો ચોંકાવનારો દાવો
  • એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ખોલ્યા રાજ 
  • ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે: ચેતન શર્મા

BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારો દાવો કર્યો છે. વાત જાણે એમ છે કે, એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે ઈન્જેક્શન લે છે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ખુલાસો કર્યો કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે અને 100% ફિટ થઈ જાય છે. આ પેઇન કિલર નથી. આ ઈન્જેક્શનમાં એવી દવાઓ હોય છે જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી.

57 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર ચેતન શર્માએ ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ 80% ફિટ હોવા છતાં પણ ઈન્જેક્શન લે છે અને 100% ફિટ થઈ જાય છે. બનાવટી ફિટનેસ માટે ઈન્જેક્શન લેનારા આ તમામ ખેલાડીઓના ક્રિકેટની બહાર તેમના પોતાના ડોક્ટરો છે, જે તેમને શોટ્સ પૂરા પાડે છે. જેથી મહત્વની ટૂર્નામેન્ટ પહેલા તે સંપૂર્ણ રીતે ફિટ ગણી શકાય.

ફીટ ન હોવા છતાં પણ...... 
ચેતન શર્માએ વધુમાં કહ્યું કે, ફીટ ન હોવા છતાં પણ NCA એટલે કે નેશનલ ક્રિકેટ એકેડમી તરફથી કેટલાક સ્ટાર ખેલાડીઓને લીલી ઝંડી આપવામાં આવે છે, પછી ભલે તેઓ સંપૂર્ણ ફીટ ન હોય. પછી પસંદગીકારોને પસંદગી અંગે અંતિમ નિર્ણય લેવા માટે કહેવામાં આવે છે. જસપ્રીત બુમરાહની ઈજા ગંભીર ચેતન શર્માએ કહ્યું કે,  બુમરાહને 2022માં દક્ષિણ આફ્રિકા સામેની ટીમમાં બળજબરીથી સામેલ કરવામાં આવ્યો હતો. બુમરાહની ઈજા એટલી ગંભીર છે કે જો તે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની એક પણ મેચ રમ્યો હોત તો તેથી તે ઓછામાં ઓછા એક વર્ષ માટે બહાર રહ્યો હોત.

હાર્દિક પંડયા અને રોહિતને લઈ શું કહ્યું ? 
ચેતન શર્માએ કહ્યું કે,રોહિત શર્મા મારી સાથે અડધો કલાક વાત કરે છે. જ્યારે ટી20 ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા મારા ઘરે આવતો રહે છે. આ સાથે ચેતન શર્માએ એક ખાનગી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું કે, બ્રેકના નામે મોટા ખેલાડીઓને બહાર બેસાડવામાં આવી રહ્યા છે. જેમ જેમ મોટા ખેલાડીની જગ્યાએ નવા ખેલાડીને તક આપવાની હોય છે, મોટા ખેલાડીને આરામ આપવામાં આવે છે.

વિરાટ કોહલીને લઈને શું કહ્યું ? 
ચેતન શર્માએ કોહલીની કેપ્ટનશિપના વિવાદનો ખુલાસો કરતા કહ્યું કે,'કોહલીને લાગ્યું કે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીના કારણે તેણે કેપ્ટનશિપ ગુમાવવી પડી, પરંતુ એવું નથી, પસંદગી સમિતિની વીડિયો કોન્ફરન્સમાં 9 લોકો હતા. ગાંગુલીએ કોહલીને સુકાની પદ છોડવા વિશે એકવાર વિચારવાનું કહ્યું. મને લાગે છે કે, કોહલીએ તે સાંભળ્યું નથી.  જે બાદ કોહલીએ સાઉથ આફ્રિકા સામેની સીરીઝ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં બિનજરૂરી રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોહલીએ કહ્યું હતું કે, મને દોઢ કલાક પહેલા કહેવામાં આવ્યું હતું કે મારે કેપ્ટનશિપ છોડવી પડશે. વિરાટ સૌરવ પર વળતો પ્રહાર કરવા માંગતો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ