ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI order to go in NCA and prove fitness to Hardik Pandya

સૂચના / BCCIએ હાર્દિક પંડ્યાનો કાન આમળ્યો, NCAમાં જઈને ફિટનેસ સાબિત કરવાનો આપ્યો આદેશ

Published By: Dhruv

Last Updated: 05:51 PM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યાને લઈને પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે હજુ પણ મૂંઝવણ છે. તેણે છેલ્લાં છ મહિનાથી સ્પર્ધાત્મક ક્રિકેટ રમી નથી પરંતુ તે હજુ પણ આગામી T20 વર્લ્ડ કપ 2022 માં રમવા ઇચ્છે છે.

ADVERTISEMENT

  • હાર્દિક પંડ્યાને લઈને પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ વચ્ચે હજુ પણ મૂંઝવણ
  • BCCIનો હાર્દિક પંડ્યાને આદેશ
  • NCAમાં જઈને ફિટનેસ સાબિત કરવાનો આપ્યો આદેશ

ઘણા લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલો હાર્દિક પંડ્યા એક-બે દિવસમાં બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)નો હિસ્સો બનવા જઈ રહ્યો છે. બીસીસીઆઇએ એનસીએમાં એક ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. ટી-20 વિશ્વકપ-2021 બાદથી હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. ખરાબ ફોર્મ અને ફિટનેસના કારણે તેને મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ ટીમની બહાર કરી દીધો હતો. ત્યાર બાદથી હાર્દિક ભારતીય ટીમમાં વાપસી કરી શક્યો નથી કે ના તો તેણે ફિટનેસ સાબિત કરવા માટે કોઈ ખાસ પ્રયત્ન કર્યો. આમ છતાં હાર્દિક હજુ પણ આગામી ટી-20 વિશ્વકપ માટેની ટીમનો દાવેદાર છે.

હવે BCCI ના આદેશ બાદ હાર્દિક એનસીએમાં પહોંચી જશે

હાર્દિક બેંગલુરુ ના પહોંચતાં બીસીસીઆઇએ તેને તાત્કાલિક NCA પહોંચી જવાનો આદેશ આપ્યો હતો. અહેવાલો અનુસાર ગત તા. 5 માર્ચે હાર્દિક પંડ્યાને એનસીએ પહોંચી જવા જણાવવામાં આવ્યું હતું. આઇપીએલ ફ્રેંચાઇઝી ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપનો ભાર હોવાના કારણે તે બેંગલુરુ પહોંચ્યો ન હોતો. જો કે હવે BCCI ના આદેશ બાદ હાર્દિક એનસીએમાં પહોંચી જશે. બીસીસીઆઇએ 25 ક્રિકેટરને NCA માં પહોંચવાનો આદેશ આપ્યો છે.

અગાઉ હાર્દિકના રમવા સામે ઘણો વિવાદ પણ સર્જાયો હતો

આ કેમ્પનું મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા તરફથી આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ આગામી ટી-20 વિશ્વકપ-2022 માટે સંભવિત ક્રિકેટર્સની ફિટનેસનું આકલન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, ગત વિશ્વકપ દરિયાન ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓએ માનસિક થાકનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંપૂર્ણપણે ફીટ ના હોવા છતાં હાર્દિકના રમવા સામે ઘણો વિવાદ પણ સર્જાયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Hardik Pandya Fitness Hardik pandya NCA Sports News Hardik Pandya fitness

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ