બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci offers to extend rahul dravids stint as head coach not confirmed whether he has accepted offer team india

સ્પોર્ટ્સ / રાહુલ દ્વવિડ જ રહેશે ભારતીય ટીમના હેડ કોચ! BCCIએ આપી સૌથી મોટી ઓફર, શું વધશે કાર્યકાળ

Arohi

Last Updated: 09:11 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI Offers To Rahul Dravid: વર્લ્ડ કપ 2023 બાદ કોચ રાહુલ દ્વવિડનો કાર્યકાળ પૂર્ણ થઈ ચુક્યો છે. ઓસ્ટ્રેલિયાના સામે રમાઈ રહેલી ટી20 સીરિઝમાં વીવીએસ લક્ષ્મણ કોચ તરીકે ટીમની સાથે જોડાયેલા છે.

  • રાહુલ દ્રવિડને BCCI પાસેથી મળી મોટી ઓફર 
  • કોચ તરીકે વધી શકે છે કાર્યકાળ 
  • આવતા મહિનાથી થશે શરૂઆત 

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી20 સીરિઝ રમી રહી છે. સીરિઝથી સીનિયર ખેલાડીઓ અને કોચ રાહુલ દ્રવિડને બ્રેક આપવામાં આવ્યો છે. દ્રવિડનો કાર્યકાળ વર્લ્ડ કપ 2023 બાદ પૂર્ણ થઈ ચુક્યો છે. વર્લ્ડ કપના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હાર મળી હતી. 

હવે ખબર સામે આવી રહી છે કે બીસીસીઆઈએ દ્રવિડને કોચ માટે ફરી ઓફર આપી છે. જો તે આને સ્વીકાર કરે છે તો તેમનો કાર્યકાળ વધી શકે છે. આવતા મહિને ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રીકાનો પ્રવાસ કરવાનો છે. પ્રવાસ પર ટીમને 3 ટી20, 3 વનડે અને 2 ટેસ્ટ રમવાની છે. જૂન 2024માં ટી20 વર્લ્ડ કપ પણ થશે. 

દ્રવિડનો કાર્યકાળ વધારવા પર ચર્ચા 
પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને ટી20 વર્લ્ડ કપ 2021 બાદ રવિ શાસ્ત્રીની જગ્યા પર ટીમ ઈન્ડિયાના નવા કોચ બનાવવામાં આવ્યા હતા. તેમના કાર્યકાળમાં ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને વનડે વર્લ્ડ કપના ફાઈનલમાં જગ્યા બનાવી. બન્ને ટૂર્નામેન્ટના ફાઈનલમાં ભારતીય ટીમને જોકે ઓસ્ટ્રેલિયા પાસેથી હાર મળી. 

એક રિપોર્ટ અનુસાર ગયા અઠવાડિયે બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ પાસે કોચ તરીકે કાર્યકાળ વધારવાને લઈને ચર્ચા કરી છે. જોકે અત્યાર સુધી તેમની તરફથી કોઈ જવાબ નથી આવ્યો. ઓસ્ટ્રેલિયાના સામે રમાવવા જઈ રહેલી સીરિઝની વાત કરવામાં આવે તો કોચની જવાબદારી વીવીએસ લક્ષ્મણને મળેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ