બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI announces BookMyShow as official ticketing platform for 2023 ODI World Cup

ODI World Cup / વર્લ્ડ કપના રસિયાઓ માટે મોટી ખબર, મેચની ટિકિટો ક્યાંથી ખરીદવી? BCCIએ કર્યું એલાન

Hiralal

Last Updated: 10:22 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ODI વર્લ્ડ કપ માટે દર્શકો BookMyShow વેબસાઈટ પરથી ટિકિટો બુક કરાવી શકશે, આ માટે BCCIએ ટિકિટીંગ પ્લેટફોર્મ જાહેર કર્યું છે.

  • BookMyShow પરથી ખરીદી શકાશે ODI વર્લ્ડ કપની ટિકિટો
  • BCCIએ જાહેર કર્યું ટિકિટીંગ પ્લેટફોર્મ 
  • 5 ઓક્ટોબરથી શરુ થઈ રહ્યો છે વર્લ્ડ કપ 

ભારતની ભૂમિ પર 5 ઓક્ટોબરથી વન ડે વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ક્રિકેટ મહાકુંભ માટે તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત છે. આ ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. ટીમ ઇન્ડિયા પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. જો તમે ક્રિકેટના ચાહક છો અને સ્ટેડિયમમાં જઈને મેચ જોવા ઈચ્છો છો તો ટિકિટ વેચાણ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે.

24 ઓગસ્ટથી  BookMyShow પર વર્લ્ડ કપની ટિકિટો બૂક કરાવી શકાશે 
બીસીસીઆઈએ આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 માટે ટિકિટિંગ પ્લેટફોર્મ તરીકે BookMyShowની જાહેરાત કરી છે. ચાહકો 24 ઓગસ્ટથી ટિકિટ બુક કરાવી શકે છે. માસ્ટરકાર્ડ ધરાવતા ફેન્સને 24 કલાક પહેલા ટિકિટ બુક કરવાની સુવિધા મળશે.

વર્લ્ડ કપ 2023 ની ટિકિટ કેવી રીતે અને ક્યારે બુક કરાવી શકાય છે? 

  • 24 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - વોર્મ-અપ ગેમ્સ સિવાયની તમામ નોન-ઇન્ડિયન ઇવેન્ટ મેચ
  • 29 ઓગસ્ટ સાંજે 6 વાગ્યાથી: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - વોર્મ-અપ ગેમ્સ સિવાયની તમામ ભારતીય મેચો
  • 14 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે: માસ્ટરકાર્ડ પ્રી-સેલ - સેમિ-ફાઇનલ્સ અને ફાઇનલ્સ
  • 25 ઓગસ્ટ રાત્રે 8 વાગ્યાથી: નોન-ઇન્ડિયા વોર્મ-અપ મેચો અને તમામ નોન-ઇન્ડિયા ઇવેન્ટ મેચ
  • 30 ઓગસ્ટ: ભારતમાં ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં યોજાનારી આ મેચ માટે ટિકિટનું વેચાણ રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
  • 31 ઓગસ્ટ: ચેન્નાઇ, દિલ્હી અને પુણેમાં યોજાનારી મેચોની ટિકિટનું વેચાણ 8 ઓગસ્ટથી શરૂ થશે.
  • 1 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથી: ભારતમાં ધર્મશાળા, લખનઉ અને મુંબઇમાં યોજાનારી આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ થઇ જશે
  • 2 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યાથીઃ બેંગલુરુ અને કોલકાતામાં યોજાનારી આ મેચની ટિકિટોનું વેચાણ શરૂ થઈ જશે.
  • 3 સપ્ટેમ્બરે : ભારત-પાકની અમદાવાદ મેચની ટિકિટ 
  • 15 સપ્ટેમ્બર- સેમિફાઈનલ અને ફાઈનલની ટિકિટ 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ