ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / bapuji will save jethalal from financial crisis

TMKOC / બાપુજી બચાવશે જેઠાલાલની ડુબતી નાવડી કે સાચ્ચે વેચાઈ જશે ગડા ઈલેક્ટ્રોનિક્સ

Published By: Nikul

Last Updated: 07:20 PM, 24 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ પર આવી પડી છે મસમોટી મુસીબત. આ મુસીબત સામે લડવા માટે તેણે પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ વેચવા કાઢી છે.

ADVERTISEMENT

  • જેઠાલાલ ફસાયો મોટી આર્થિક મુશ્કેલીમાં
  • બાપુજીએ ખાનદાની જમીન વેચવાની વાત કરી
  • જેઠાલાલ દુકાન વેચી ગામડે વસવા તૈયારી કરી રહ્યો છે

જેઠાલાલે ગડા ઇલેક્ટ્રોનિક્સ વેચવા કાઢી

જેઠાલાલ પાસે કોઈ વિકલ્પ ના હોવાને લીધે તેણે દુકાન વેચવા કાઢી છે અને તેની પાસે દુકાન ખરીદનાર ગ્રાહક પણ મળી ગયો છે. દુકાનનો સોદો લગભગ નક્કી થઈ ગયો છે અને જેઠાલાલ તેની દુકાન જગતરામ નામક એક વ્યક્તિને વેચવા જઈ રહ્યો છે. દુકાન વેચાવાને લીધે જેઠાલાલ બેચેન છે અને જેથી તે ખૂબ બેચેન છે. જેઠાલાલનાં બેચેન મને હળવુ બનાવવા માટે બાપુજી તેની પાસે ગયા છે.

દીકરાની સ્થિતિ પર બાપુજીની આંખોમાં આંસુ આવ્યા

જેઠાલાલનાં બાપુજી તેની પાસે ગયા છે અને બેસીને તેનાં જીવનમાં બની રહેલી સમસ્યાઓ અંગે જણાવી રહ્યાં છે. જેઠાલાલ બાપુજીને કહે છે કે ભોગીલાલ પાસેથી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ આવવુ અશક્ય છે અને આર્થિક નુક્સાને લીધે તેને ગડા ઈલેક્ટ્રોનિક્સ વેચવુ પડી રહ્યું છે. દીકરાને આમ માયુસ થતો જોઈને બાપુજીની આંખોમાં આંસુ આવી જાય છે અને હવે તેમણે જેઠાલાલને આ સ્થિતિમાંથી બહાર લાવવાનો સંકલ્પ કરી લીધો છે. 

બાપુજીએ જેઠાને મુશ્કેલીમાંથી કાઢવા સંકલ્પ કર્યો

બાપુજી જેઠાલાલને તેમનાં ગામની ખાનદાની જમીન વેચવાનો સુઝાવ આપે છે. પણ ગડા પરિવારની જમીન વેચવી જેઠાલાલને મંજૂર નથી. બાપુજી મુજબ હવે ગડા ઈલેક્ટ્રોનિક્સને બચાવવા માટે એકમાત્ર રસ્તો તેમની ખાનદાની જમીન વેચવાનો દેખાઈ રહ્યો છે. હવે સમય બતાવશે કે બાપુજી ખાનદાની જમીન વેચીને જેઠાલાલને મુશ્કેલીમાંથી બહાર લાવશે કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Bapuji Jethalal TMKOC Tapu જેઠાલાલ ટપુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા બાપુજી TMKOC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ