બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Bank Holidays This Week banks will be closed for five days

કામની વાત / એક-બે નહીં, પૂરા 5 દિવસ બેંકો રહેશે બંધ, ફટાફટ કામ પતાવી દો, જાણો કઇ તારીખે કયા શહેરમાં રહેશે Close

Arohi

Last Updated: 02:57 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bank Holidays: આ અઠવાડિયામાં 5 દિવસ બેંક બંધ રહેવાની છે. જેમાં એક રવિવાર પણ શામેલ છે. બાકી ચાર દિવસ બેંક સ્ટેટ સ્પેસિક થવાની છે. આમ તો જૂનના મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે.

  • આ અઠવાડિયામાં 5 દિવસ બંધ રહેશે બેંક 
  • જૂન મહિનામાં કુલ 12 દિવસ બેંક રહેશે બંધ 
  • જાણો કઇ તારીખે કયા શહેરમાં બેંક રહેશે બંધ 

આ અઠવાડિયે પાંચ બેંક હોલિડે છે. આ બેંક હોલિડેમાંથી એક દિવસ રવિવાર આવશે. જ્યારે બાકી ચાર સ્ટેટ સ્પેસિફિક હોલિડે રહેશે. ત્રિપુરામાં આજે ખર્ચી પુજાના કારણે બધી બેંક બંધ રહેશે. ખયેરપુરના પ્રતિષ્ઠિત ચૌદ દેવતાઓના મંદિરમાં રવિવારે ઔતિહાસિક 'ખર્ચી પૂજા' શરૂ થઈ. 28 જૂને ઈદ ઉલ અઝહાના અવસર પર કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ રહેશે. 

ઈદ-અલ-અધા એટલે બલિદાનનો પર્વ, દુનિયાભરના મુસલમાનો દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. આવો તમને પણ જણાવીએ કે આખરે આ સપ્તાહે કયા દિવસે અને કયા કયા રાજ્યોમાં બેંક બંધ રહેવાના છે. 

કઈ તારીખે ક્યાં બંધ રહેશે બેંક 

  • 26 જૂન 2023: ખર્ચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંક બંધ રહેશે. 
  • 28 જૂન 2023: ઈદ ઉલ અઝહાના અવસર પર કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ રહેશે. 
  • 29 જૂન 2023: ઈદ ઉલ અઝહાના અવસર પર બેંક બંધ રહેશે. 
  • 30 જૂન 2023: રીમા ઈદ ઉલ અઝહાના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેંક બંધ રહેશે. 
  • 2 જૂન 2023: રવિવારના કારણે આખા દેશમાં બેંક બંધ રહેશે. 

ભારતીય રિઝર્વ બેંકે બેંક હોલિડેને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી છે. જેમાં નિગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડે, પરક્રામ્ય લેખિત અધિનિયમ અને વાસ્તવિક સમયનું સેટલમેન્ટ રજાઓ અને બેંક એકાઉન્ટ બંધ કરવાની રજાઓનો સમાવેશ થાય છે. 

જૂન 2023માં બેંકની રજાઓ 
ભારતીય રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર અનુસાર આ મહિને બેંક ફરી બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવારે સાથે સાથે રવિવાર પણ શામેલ છે. 

જુલાઈ 2023માં બેંકોની રજાઓ 
આ વર્ષે જુલાઈમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંક 15 દિવસ બંધ રહેશે. વીકેન્ડ ઉપરાંત, મુહર્રમ, ગુરૂ હરગોવિંદજીના જન્મદિવસે, આશુરા અને કેર પૂજા જેવા અવસરો પર બેંક બંધ રહેશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ