બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનમાં આમ તો બેંકો ખુલ્લી છે, પરંતુ આવતા મહિને એટલે કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં એક તો લૉકડાઉન અને ઉપરથી બેંક પણ બંધ રહેશે તો તમારા માટે સમસ્યા ઊભી થઇ શકે છે. એવામાં સારું રહેશે કે બેંકોથી જોડાયેલા કામ તમે પહેલાથી પૂર્ણ કરી દો, કારણ કે બાદમાં પરેશાનીઓનો સામનો કરવો પડે નહીં, ચલો તો જાણીએ કયા કારણોથી મે મહિનામા 13 દિવસ બેંક બંધ રહેશે.
1 મે મજૂર દિવસ છે, જેના કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. 3 મે રવિવાર છે. 7 મે બુદ્ધ પૂર્ણિમા છે. આઠ મે રવીન્દ્રનાથ ટાગોરની જયંતી છે, 9 મે બીજો શનિવાર છે. 10 મે રવિવાર છે. 17 મે પણ રવિવાર છે. જેના કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત 21 મે શબ એ કાદર છે, 22 મે જુમ્મત ઉલ વિદા છે, 23 મે ચોથો શનિવાર છે, 24 મે રવિવાર છે., 24 મે ઇદ છે. જ્યારે 31 મે રવિવાર છે.
ADVERTISEMENT
તારીખ અને બેંક બંધ રહેવાનું કારણ
| તારીખ | રાજ્ય | રજા |
| 1 મે | તમામ રાજ્ય | મજૂર દિવસ |
| 3 મે | તમામ રાજ્ય | રવિવાર |
| 7 મે | પટના, તિરુવનંતપુરમ, કલકત્તા, કોચી, ઇન્ફાલ, બેલાપુર, મુંબઇ, નાગપુર, પણજી, હૈદરાબાદ, ગુવાહાટી, ચેન્નાઇ, બેંગ્લોર | બુદ્ધ પૂર્ણિમા |
| 8 મે | તમામ રાજ્ય | રવિન્દ્રનાથ ટાગોર જયંતિ |
| 9 મે | તમામ રાજ્ય | બીજો શનિવાર |
| 10 મે | તમામ રાજ્ય | રવિવાર |
| 17 મે | તમામ રાજ્ય | રવિવાર |
| 21 મે | જમ્મૂ, શ્નીનગર | શબ એ કાદર |
| 22 મે | જમ્મુ,શ્રીનગર | જુમ્મત-ઉલ-વિદા |
| 23 મે | તમામ રાજ્ય | ચોથો શનિવાર |
| 24 મે | તમામ રાજ્ય | રવિવાર |
| 25 મે | તમામ રાજ્ય | ઇદ |
| 31 મે | તમામ રાજ્ય | રવિવાર |
ADVERTISEMENT
કોરોના વાયરસ લૉકડાઉનના કારણે બેંકોમાં ખૂબ ઓછા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ઘણી ખાનગી બેંકોએ તો પોતાના કામકાજના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. ઘણી ખાનગી બેંકો આ દિવસે બપોરે 1 વાગ્યા સુધી પણ ખુલ્લી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.