બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Banglore traffic police started a new intiative to send the details of the traffic rule breaker to his office

દેશ / રસ્તા પર તોડ્યા ટ્રાફિકના નિયમો તો પોલીસ દંડ તો ફટકારશે જ, તમારા બોસને પણ કરી દેશે ફરિયાદ: ભારતના મોટા શહેરમાં નવી પહેલ

Vaidehi

Last Updated: 05:02 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલૂરુ પોલીસે ટ્રાફિક નિયમ તોડનારાઓને સબક શીખવાડવા માટે નવી પહેલ શરૂ કરી છે જેમાં ટ્રાફિક પોલીસ વૉટ્સએપ ચેનલની મદદથી રુલ્સ તોડનારાની તમામ માહિતી તેની ઓફિસ પર પહોંચાડશે.

  • બેંગલૂરુ ટ્રાફિક પોલીસે શરૂ કરી નવી પહેલ
  • ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓની હવે ખેર નહીં
  • નિયમ તોડનારાઓની માહિતી એલર્ટ સાથે તેની ઓફીસ પહોંચશે

બેંગલૂરુમાં દરરોજ ટ્રાફિક નિયમોને તોડનારા અઠળક લોકો જોવા મળે છે જેના લીધે ત્યાંની ટ્રાફિક પોલીસે નવી પહેલ શરૂ કરી છે. આ પહેલમાં ટ્રાફિક પોલીસ વૉટ્સએપ ચેનલની મદદથી નિયમ તોડનારાની સંપૂર્ણ જાણકારી ભેગી કરીને એ વ્યક્તિની કંપનીમાં ઈમેઈલ કરીને બોસને એલર્ટ મોકલશે.

પાયલટ મોડમાં છે પ્રોજેક્ટ
ડીસીપી ટ્રાફિક ઈસ્ટે કહ્યું કે અત્યારે આ અભિયાન પાયલટ મોડમાં છે. તેનું લક્ષ્ય લોકોમાં જાગૃતતા વધારવાનો અને ટ્રાફિકનાં નિયમો તોડનારાઓની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. પોલીસ અનુસાર ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રોન્ગ સાઈડ પર ટૂ-વ્હિલર ચલાવતા લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે અને સાથે જ તમામ નિયમો તોડનારાઓની લિસ્ટ પણ મોકલી દેવામાં આવી છે. 

કંપનીમાં જશે ઈમેઈલ
ડીસીપીએ કહ્યું કે અમે ટ્રાફિક નિયમો તોડનારા વ્યક્તિની જાણકારી ભેગી કરશું, ખાસ તો તે ક્યાં કામ કરે છે. ત્યાં અમે ઈમેઈલ અને એલર્ટ મોકલશું. આ પહેલ હાલમાં માત્ર પૂર્વી બેંગલૂરુનાં મદીવાલા વિસ્તારમાં 15 દિવસ પહેલાં 48 ટ્રાફિક પોલીસ સ્ટેશનોમાં ટ્રાયલ મોડમાં લાગૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનને લોકોની પ્રતિક્રિયાનાં આધાર પર જિલ્લાનાં અન્ય હિસ્સાઓમાં લાગૂ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ