બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Banglore nursery school kids cctv video viral

દેશ / માતા-પિતા એલર્ટ.! નર્સરી શાળામાં તમારું બાળક સુરક્ષિત તો છે ને? સામે આવ્યો ખૌફનાક વીડિયો

Vaidehi

Last Updated: 06:41 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્સરી સ્કૂલમાં કેરટેકર મહિલા બાળકોને રૂમમાં બંધ કરીને જતી રહે છે અને પાછળથી એક બાળક અન્ય બાળકને વારંવાર મારે છે. CCTV કેમેરામાં ઘટના કેદ થઈ.

  • બેંગલૂરુની પ્રિ-સ્કૂલનો વીડિયો વાયરલ
  • કેરટેકર મહિલા બાળકોને રૂમમાં બંધ કરીને જતી રહી
  • પાછળથી એક બાળકે અન્ય બાળક સાથે મારપીટ કરી

નર્સરીમાં સ્કૂલમાં પણ બાળકો સુરક્ષિત નથી? હાલમાં બેંગલૂરુની એક પ્રિ-સ્કૂલનો વીડિયો સામે આવી રહ્યો છે જેને જોઈ લોકો રોષે ભરાયા છે. મામલો એવો છે કે પ્રી-સ્કૂલમાં એક નાનો બાળક રૂમમાં રમી રહ્યો હતો. તેમની દેખરેખ કરતી મહિલા બાળકોને ભગવાન ભરોસે છોડીને બહારથી દરવાજો બંધ કરીને જતી રહી હતી. એ બાદ જે થયું તે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

મહિલા બાળકોને રૂમમાં મૂકીને જતી રહી. આ બાદ ત્યાં રમતાં બાળકોમાં જે સૌથી મોટી ઉંમરનો બાળક હતો તેણે બીજા એક બાળકને મારવાનું શરૂ કરી દીધું હતું. સીસીટીવી ફુટેજમાં આ ઘટના કેદ થઈ છે. એક યૂઝરે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધું અને આ વીડિયો વાયરલ થઈ ગયો છે. વાયરલ થયાં બાદ બેંગલોર પોલીસે સમગ્ર કાર્યવાહી શરૂ કરી છે.

બાળકોને રૂમમાં લોક કરીને જતી રહી મહિલા
આ વીડિયોમાં નાના બાળકોનું એક સમૂહ રૂમમાં રમકડાં સાથે હાજર છે. બ્લૂ સાડીમાં જે મહિલા છે તે દરવાજાની પાસે ઊભી છે તે કેટલાક બાળકોને રૂમની બહાર લઈને જાય છે અને બાકીનાં બાળકોને રૂમમાં કોઈની દેખરેખ વગર બંધ કરીને જતી રહે છે. આ બાદ એક બાળક અન્ય બાળકને મારવા લાગે છે. એ બાળક વારંવાર અન્ય બાળકને મારવા જાય છે. કોઈ વયસ્ક રૂમમાં ન હોવાને લીધે તેને કોઈ રોકી પણ નથી રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ