બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / અન્ય જિલ્લા / Banas dairy develops machine that speeds up growth of fodder

વાહ! / હવે ઘાસ ઉગાડવા માટે જમીનની નહીં પડે જરૂર, 60 દિવસમાં ઉગતું ઘાસ 7 દિવસમાં તૈયાર થશે

Published By: Shalin

Last Updated: 09:52 PM, 23 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જઈ રહી છે અને તેના કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે.

આવા સમયમાં બનાસ ડેરીએ માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થાય તેવું હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન વિકસાવ્યું છે. ખેતરમાં તૈયાર થતા ઘાસને 50 થી 60 દિવસ લાગે છે. જ્યારે હાઈડ્રોલિક મશીનમાં માત્ર સાત જ દિવસમાં ઘાસ તૈયાર થાય છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ડેરીના ડિરેક્ટરોની હાજરીમાં ઘાસ બનાવતા હાઈડ્રોફૉનિક મશીનનું લોકાર્પણ કર્યું હતું. 

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી

આ મશીનથી જમીન વિના અને ઓછા પાણીએ ઉગાડી શકાશે ઘાસ

આ હાઈડ્રોફોનિક મશીનથી ખેતર વિના ઘાસ ઉત્પન્ન કરી શકાય છે તેમજ ઓછા પાણીએ પણ ઘાસ તૈયાર થાય છે. આથી ઓછી જમીન ધરાવતા કે જમીન વિહોણા પશુપાલકોને પણ આ મશીન ઉપયોગી થઈ પડશે. હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન સાઈઝ પ્રમાણે અલગ અલગ કિંમતનું આવે છે.

 આ મશીન દ્વારા ઉત્પન્ન થતું ઘાસ પશુઓ માટે ખૂબ જ ઉત્તમ પ્રકારનું છે. ત્યારે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ હાઈડ્રોફૉનિક મશીન દ્વારા પશુપાલનને પણ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી છે.

આમ, ઘાસચારાની તંગી દૂર કરવા અને ઓછા પાણીએ ઘાસચારો મેળવવા માટે બનાસ ડેરીએ હાઈડ્રોફૉનિક ઘાસચારાનું મશીન તૈયાર કરીને પશુપાલકોને એક અનોખી ભેટ અર્પણ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Fodder ઘાસચારો બનાસકાંઠા OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ