બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ban removed from The Kerala Story film: Supreme Court slams Mamata Banerjee government

BIG BREAKING / ધ કેરલા સ્ટોરી ફિલ્મ પરથી બેન હટાવાયો: સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને તતડાવી, આદેશ પર મૂક્યો સ્ટે

Priyakant

Last Updated: 03:34 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

The Kerala Story News: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના 8 મેના રોજ રાજ્યમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતા આદેશ પર સ્ટે મૂક્યો

  • સુપ્રીમ કોર્ટમાં થઈ 'ધ કેરલા સ્ટોરી' પર સુનાવણી 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ 
  • બંગાળ સરકાર એડવોકેટે કહ્યું,, ફિલ્મથી લોકોને ઉશ્કેરવાનો ભય 
  • સુપ્રીમે કહ્યું, લોકોની ભાવનાઓના આધારે તમે મૂળભૂત અધિકારોમાં અવરોધ ન લાવી શકો

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે (18 મે) 'ધ કેરલા સ્ટોરી' પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, ફિલ્મથી લોકોને ઉશ્કેરવાનો ભય છે. 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, લોકોની ભાવનાઓના આધારે તમે મૂળભૂત અધિકારોમાં અવરોધ ન લાવી શકો. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ સરકારનું કામ છે. જો કોઈ જિલ્લાની વિશેષ સ્થિતિને કારણે પ્રતિબંધ મુકાયો હોત તો અલગ વાત હોત. તમે સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ મૂક્યો છે.

CJIએ શું કહ્યું?
CJIએ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 8 મેના રોજ ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર હોય તેવું લાગતું નથી. તેમણે કહ્યું કે અમે તમિલનાડુ સરકારના નિવેદનને રેકોર્ડ પર લઈ રહ્યા છીએ કે તેણે કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. થિયેટર માલિકો પર ફિલ્મ ન બતાવવા માટે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. અમે નિર્દેશ આપી રહ્યા છીએ કે, ફિલ્મ દર્શાવતા સિનેમા હોલમાં પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે. સરકાર કે તેની સાથે સંકળાયેલા લોકોએ થિયેટર માલિકો પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવું જોઈએ.

આ સાથે સીજેઆઈએ કહ્યું કે, ફિલ્મના નિર્માતાઓએ એક ડિસ્ક્લેમર મૂકવું જોઈએ કે 32,000 છોકરીઓ ગુમ થયાના આંકડાની પુષ્ટિ થઈ નથી. આ ડિસ્ક્લેમર 20 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં મુકી દેવાનું રહેશે. હવે આ મામલાની સુનાવણી 18 જુલાઈએ થશે. સીજેઆઈએ કહ્યું કે, અમે મદ્રાસ અને કેરળ હાઈકોર્ટના ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના ઈન્કારના આદેશ વિરુદ્ધ જુલાઈના બીજા સપ્તાહમાં સુનાવણી કરીશું.

CM મમતા બેનર્જીએ કેમ લગાવ્યો પ્રતિબંધ?
પશ્ચિમ બંગાળ સરકારે 8 મેના રોજ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂક્યો હતો. આ દરમિયાન જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પ્રતિબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. આમ કરીને અમે હિંસા રોકવા માંગીએ છીએ. બેનર્જીએ કહ્યું હતું કે કાશ્મીરી ફાઇલ્સ ફિલ્મ શા માટે બનાવવામાં આવી? આ એક સમુદાયને અપમાનિત કરવા માટે કરવામાં આવ્યું હતું. કેરળ ફાઇલ શું છે? હવે કેરળને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય સામે 'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતા સનશાઈન પ્રોડક્શને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

the kerala story ધ કેરલા સ્ટોરી પર બેન ધ કેરળ સ્ટોરી મમતા બેનરજી સુપ્રીમ કોર્ટે The Kerala Story
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ