બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ballia News After 10 years Wife found husband Seeing this condition of her husband started crying see Video

ઉત્તર પ્રદેશ / 10 વર્ષ બાદ ફિલ્મી સ્ટાઇલમાં મિલન! પતિની આવી હાલત જોઇ પત્ની ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી, જુઓ Video

Megha

Last Updated: 10:24 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 વર્ષ પછી બલિયામાં જિલ્લા હોસ્પિટલની બહારથી એક મહિલાને તેનો પતિ મળ્યો હતો.પત્ની દસ વર્ષથી ગુમ થયેલા પતિને જીવતો જોઈને ચોંકી ગઈ હતી અને હાલ તેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે.

  • હોસ્પિટલની બહારથી મહિલાને 10 વર્ષથી ગુમ થયેલ પતિ મળી આવ્યો 
  • 10 વર્ષ બાદ પતિને જોઇને પત્નીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા 
  • આ વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય રહ્યું છે 

ફિલ્મોમાં આપણે એવી ઘણી કહાની જોઈ છે જેમાં વર્ષો પહેલા ખોવાઈ ગયેલ લોકો ફરી મળે. કઈંક આવી જ ફિલ્મી સ્ટોરી રિયલ લાઈફમાં પણ જોવા મળી છે. આવો ફિલ્મી કિસ્સો ઉતરપ્રદેશના બલિયામાંથી સામે આવ્યો છે. વાત એમ છે કે 10 વર્ષ પછી બલિયામાં જિલ્લા હોસ્પિટલની બહારથી એક મહિલાને તેનો પતિ મળ્યો હતો. પત્ની દસ વર્ષથી ગુમ થયેલા પતિને જીવતો જોઈને ચોંકી ગઈ હતી અને હાલ તેનો વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. 10 વર્ષ બાદ પતિને જોઇને પત્નીની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. 

વિડીયોમાં જોવા મળે છે એ મુજબ થયું એવું કે જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાને 10 વર્ષ પહેલા ગુમ થયેલ તેનો પતિ અચાનક મળી ગયો હતો. જો કે એ સમયે તે વ્યક્તિના શરીર પર ઘણા કપડાં નહોતા. જમીન પર બેસીને પત્નીએ પતિને કપડાથી ઢાંકી રહી હતી અને સાથે જ તેના વાળ સરખા કરતાં તેની તબિયત વિશે પૂછતી રહી.  જોકે આ વ્યક્તિ 10 વર્ષથી ક્યાં હતો તેનો જવાબ મળ્યો નથી. વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવાય છે, જેના વાળ અને દાઢી વધી ગયા છે. 

જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. એટલા માટે મહિલાની નજર હોસ્પિટલની બહાર એક પુરુષ પર પડી અને એ પુરુષને જોઈને સ્ત્રી રડવા લાગી અને તેની પાસે બેઠેલી તેની સાથે વાત કરવા લાગી. આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા. મહિલાએ કોઈને બોલાવીને કુર્તો લાવવા કહ્યું અને બોલતી રહી કે મારા પતિ મળી આવ્યા છે, તેમના શરીર પર કોઈ કપડું નથી. આ દરમિયાન આસપાસના લોકોએ તેને પૂછ્યું તો મહિલા એ કહ્યું આ તેનો પતિ છે.

મહિલા વારંવાર કહી રહી હતી કે તેનો પતિ 10 વર્ષ પહેલા ગુમ થયો હતો. તે ક્યાં હતો તે જાણી શકાયું નથી. થોડી વાર પછી એક યુવક આવ્યો અને માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને પોતાનો પતિ હોવાનો દાવો કરતી એક મહિલા તેને પોતાની સાથે લઈને ઘરે જાય છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ