બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Back pain can lead to many problems

Health / કમરના દુખાવાને મામૂલી સમજવાની ભૂલ ક્યારેય પણ ન કરતાં.! આ ગંભીર રોગોનો આપે છે સંકેત, જાણી ચોંકી ઉઠશો

Kishor

Last Updated: 10:43 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં કમરમાં અનુભવાતું દર્દ અનેક સમસ્યાઓનું ઘર બની શકે છે આથી જો આવા લક્ષણ દેખાઈ તો તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઇએ.

  • કમરના દુખાવાને ન ગણતા સામાન્ય
  • કમરના દુખાવો છે અનેક સમસ્યાનું ઘર
  • જો આવા લક્ષણ જણાઈ તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ

આજના સમયમાં મોટાભાગના લોકો કમરના દર્દની સમસ્યા ભોગી રહ્યા છે. ઓફિસમાં લાંબો સમય સુધી બેસી રહેવાને કારણે આ સમસ્યા થાય તેવું લોકોની માન્યતા છે. પરંતુ અમુક સંજોગોમાં માત્ર બેસી રહેવાને કારણે જ કમરનો દુખાવો થતો નથી. પરંતુ ઘણી ગંભીર સમસ્યાઓની નિશાની પણ છે ત્યારે આવો જાણીએ સમગ્ર બીમારી વિશે વિસ્તારથી! 

5 કારણોથી થાય છે સતત કમરનો દુખાવો, મહિલાઓએ ખાસ જાણવા જેવા કારણો back pain  causes in women know these tips

તો સામાન્ય ઘા મા પણ ફેક્ચર થવાની સંભાવના

અમુક કિસ્સાઓમાં પીઠનો આ દુખાવો કિડનીની પથરીને કારણે પણ થઈ શકે છે. કિડનીમાં પથરી રચાય છે. ત્યારે અતિશય પીડા ઊભી થાય છે જે પીડા નીચેના ભાગ સુધી ફેલાઈ જાય છે આથી આ દુખાવો સહન કરવાનો વારો આવે છે. વધુમાં પેશાબમાં લોહી ઉપરાંત વારંવાર પેશાબ જવું અને ઉબકા જેવા લક્ષણો પણ હોઈ શકે છે. તો પીઠના નીચેના ભાગના ગંભીર દુખાવો થાય તો તરત જ ડોક્ટરને સંપર્ક કરવો જોઈએ.ઓસ્ટીયોપોરોસીસ આ એક ગંભીર પ્રકારની બીમારી છે. જેમાં હાડકા નબળા પડી જાય છે. જેને કારણે સામાન્ય ઘા મા પણ ફેક્ચર થવાની સંભાવના વધી જાય છે અને આ સમસ્યા કોઈપણ ઉંમરે માથું ઊંચકિ શકે છે. જેમાં ઓસ્ટીયોપોરોસીસ આગળ વધે છે તેમ કરોડરજ્જુમાં ફેક્ચર થવાની કમરમાં ગંભીર દુખાવો થઈ શકે છે.

તમને થાય છે કમરનો દુખાવો તો જાણો કારણ અને ઉપચાર | reasons of backpain and  treatment advice

યુટીઆઇ જેવા કેટલાક આંતરિક ઇન્ફેક્શનને લીધે પણ થાય છે દર્દ
સ્પાઇનલ સ્ટેનોસિસ નામનો આ ખતરનાક રોગ કરોડરજ્જુનો રોગ છે. જે કરોડરજ્જુનું નહેર સાંકળી કરી નાખે છે. પરિણામે અંદર ચેતા પર દબાણ આવે છે અને પીઠમાં દર્દ અનુભવાય છે.આ સમસ્યા ભોગવતા લોકો લાંબા અંતર સુધી પગપાળા ચાલી શકતા નથી અને તેઓને પેટમાં સતત દુખાવો અનુભવાતો હોય છે. બીજી બાજુ યુટીઆઇ જેવા કેટલાક આંતરિક ઇન્ફેક્શનને કારણે પણ પીઠનો દુખાવો અનુભવાતો હોય છે આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબીની સલાહ લેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ