બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Baby Mind app can tells you what your baby think

ટેક્નોલોજી / હવે 'બેબી માઈન્ડ' એપ કહેશે, તમારું બાળક શું વિચારી રહ્યું છે

Bhushita

Last Updated: 03:45 PM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે માતા-પિતા સમજી શકશે કે તેમના બાળકના મગજમાં શું ચાલી રહ્યું છે. સંશોધકોએ એક એવી સ્માર્ટ ફોન એપ વિકસાવી છે, જે દ્વારા નવાં માતા-પિતા બનેલાં કપલ ખૂબ જ સારી રીતે જાણી શકશે કે તેમનું બાળક શું વિચારી રહ્યું છે અને શું અનુભવી રહ્યું છે.

સંશોધકોએ આ એપને 'બેબી માઇન્ડ' નામ આપ્યું છે. આ એપ માતા-પિતાને પોતાનાં બાળકોના દૃષ્ટિકોણથી વિચારવા અને સમજવાની સુવિધા આપે છે. તે દ્વારા માતા-પિતા સમજી શકશે કે રોજ તેમના બાળકના મગજમાં શું ચાલતું હોય છે. આ એપ માતા-પિતાને તેમના બાળકના મનોવૈજ્ઞાનિક વિકાસની સ્પષ્ટ જાણકારી પણ આપશે. 

યાર્ક યુનિવર્સિટીનાં પ્રોફેસર એલિઝાબેથ મીન્સે જણાવ્યું કે આ એપનો ઉપયોગ કરવાના ઘણા ફાયદા છે. તે ઓછી કિંમતની છે અને ઉપયોગમાં પણ સરળ છે. તેમણે જણાવ્યું કે અમે એ જણાવવા ઇચ્છીએ છીએ કે નવી ટેકનિકથી એક સ્માર્ટ ફોન એપ માતા-પિતા અને તેમનાં બાળકો વચ્ચે સંબંધોની ગુણવત્તા વધારે સુધારી શકે છે.  સંશોધકોએ આ એપની ઉપયોગિતા પર અભ્યાસ માટે માતાઓનું એક ગ્રૂપ બનાવ્યું અને તેમને બાળકના જન્મ બાદ આ એપનો ઉપયોગ કરવાનું કહેવાયું.
 
તેમણે આ એપનો ઉપયોગ બાળકના જન્મવાથી લઇને છ મહિના સુધી કર્યો. સંશોધકોએ પોતાનાં બાળકોની સાથે રમી રહેલાં માતા-પિતાનો બારીકાઇથી અભ્યાસ કર્યો અને પોતાનાં બાળકોના વિચારો અને ભાવનાઓને સમજવામાં તેઓ કેટલાં વ્યસ્ત છે તે જાણ્યું. આ લોકોની તુલના એ માતા-પિતા સાથે કરવામાં આવી, જેમનાં બાળકો છ મહિનાનાં થઇ ગયાં હતાં અને તેમણે આ એપનો ઉપયોગ કર્યો ન હતો. સંશોધનમાં જાણવા મળ્યું કે જેમણે આ એપનો ઉપયોગ કર્યો તે અન્યની તુલનામાં પોતાનાં બાળકોની ભાવનાઓ અને વિચારોને વધુ સારી રીતે સમજતાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

App Smartphone use baby mind app એપ સ્માર્ટફોન Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ