બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Babar Azam Rizwan practice match video went viral

VIDEO / વિકેટકીપરે આઉટની અપીલ કરી તો બેટ ઉઠાવીને મારવા દોડ્યો બાબર આઝમ, રિઝવાન ઉભી પૂંછડિયે ભાગ્યો, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 08:11 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબર આઝમનાં કેપ્ટન પદથી રાજીનામા બાદ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ બેટ હાથમાં લઈને ભાગતાં દેખાય છે. જુઓ.

  • પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર બાબર આઝમનો વીડિયો
  • પ્રેક્ટિસ મેચ દરમિયાન બેટ લઈને ભાગી રહ્યાં છે પૂર્વ કેપ્ટન
  • બાબર આઝમનો આ વીડિયો ખૂબ વાયરલ

બાબર આઝમે હાલમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન પદથી રાજીનામું આપ્યું છે. હવે તેઓ ટીમમાં પોતાની અન્ય સેવાઓ આપશે. પાકિસ્તાનની ટીમ ટૂંક સમયમાં ઑસ્ટ્રેલિયાની સામે મેચ રમવા ઊતરશે જ્યાં તે 3 ટેસ્ટ મેચોની સીરીઝ રમશે. આ મહત્વની સીરીઝ પહેલાં પાકિસ્તાનની ટીમ પિંડીમાં 2 દિવસિય પ્રેક્ટિસ મેચ રમવા ઊતરી હતી જ્યાં બાબર આઝમ સહિત ટીમનાં લગભગ તમામ ખેલાડીઓ પોતાની તૈયારી કરી રહ્યાં હતાં. આ પ્રેક્ટિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબર આઝમ સાથે વિકેટકીપર મોહમ્મદ રિઝવાન પણ દેખાઈ રહ્યાં છે. 

શા માટે પૂર્વ કપ્તાન બાબર આઝમે બેટ હાથમાં લીધો?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો પ્રેક્ટિસ મેચનો જણાવાઈ રહ્યો છે. આ વીડિયોમાં બાબર આઝમ બોલને હિટ કર્યાં પહેલાં ક્રીઝની બહાર નિકળી જાય છે. આ બાદ રિઝવાન પાછળથી બોલને સીધો સ્ટંપ્સ પર થ્રો કરે છે. આ બાદ રિઝવાન સાથે બેટર બાબરની મજા લેતાં દેખાય છે. મજાકમાંને મજાકમાં બાબર પણ બેટ લઈને રિઝવાનની પાછળ દોડવા લાગે છે.

પાકિસ્તાન vs ઓસ્ટ્રેલિયા 
પાકિસ્તાન ટીમની ઓસ્ટ્રેલિયા સાથેની સીરીઝ ડિસેમ્બરમાં શરૂ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શાન મસૂદને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે પસંદ કર્યા છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી પર્થમાં રમવામાં આવશે. પાકિસ્તાનની ટીમ જૂન બાદ પ્રથમ વખત ટેસ્ટ સીરીઝ રમશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ