બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / baba ramdev clarifies our medicine based on research ready to parade patients in front of the supreme court

SC / અમારી દવા શોધ પર આધારિત, રોગીઓની પરેડ કરાવવા તૈયાર', સુપ્રીમકોર્ટની ચેતવણી બાદ બાબા રામદેવની ચોખવટ

Manisha Jogi

Last Updated: 05:53 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યોગ ગુરુ બાબા રામદેવે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, ‘અમારી પાસે જ્ઞાન અને વિજ્ઞાનની સંપત્તિ છે, જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, તેનો પર્દાફાશ થવો જોઈએ. બિમારીઓના નામ પર લોકોને ડરાવવામાં આવે છે.’

  • સુપ્રીમકોર્ટની ચેતવણી બાદ બાબા રામદેવની ચોખવટ
  • ‘અમારી પાસે જ્ઞાન અને વિજ્ઞાનની સંપત્તિ’
  • ‘અમારી દવા શોધ પર આધારિત છે’

યોગ ગુરુ બાબા રામદેવે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, ‘અમારી પાસે જ્ઞાન અને વિજ્ઞાનની સંપત્તિ છે, પરંતુ ભીડના આધાર પર સત્ય અને અસત્યનો નિર્ણય ના થઈ શકે. મેડિકલ માફિયા ખોટો પ્રચાર કરે છે, પતંજલિ ક્યારેય ખોટો પ્રચાર કરતુ નથી. પતંજલિએ સ્વદેશી આંદોલનને પ્રોત્સાહન આપ્યું છે જે પણ જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે, તેનો પર્દાફાશ થવો જોઈએ. બિમારીઓના નામ પર લોકોને ડરાવવામાં આવે છે.’

બાબા રામદેવે જણાવ્યું કે, ‘હું ક્યારેય કોર્ટ સામે હાજર થયો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટની સામે હાજર થવા માટે તૈયાર છું. હું રિસર્ચની સાથે હાજર થવા માટેની મંજૂરી માંગું છું. અમને દર્દી અને રિસર્ચને રજૂ કરવા માટેની તક આપવામાં આવે. 1940માં જે ડ્રગ એન્ડ મૈજિક રેમેડી એક્ટ બનાવવામાં આવ્યો હતો, તેની ખામીઓ સામે લાવી શકીએ.’

બાબા રામદેવે વધુમાં જણાવ્યું કે, ‘લોકોને કહેવામાં આવી રહ્યું છે કે, બિમાર પડશો તો હંમેશા દવા ખાવી પડશે. અમે કહીએ છીએ દવા છોડી દો, નેચરલ લાઈફ જીવી શકો છો. અમે સેંકડો રોગીઓની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની સામે પરેડ કરાવવા માટે અને રિસર્ટ આપવા માટે તૈયાર છીએ.’

ભીડના આધાર પર સત્ય અને અસત્યનો નિર્ણય નહીં થાય
બાબા રામદેવ જણાવે છે કે, ‘અમારી પાસે સેંકડો વૈજ્ઞાનિક છે, અમે રિસર્ચ પ્રોટોકોલ ફોલો કરીને ઈન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા છે. ત્યારપછી અમે દાવો કરી રહ્યા છે. સમગ્ર દેશ સામે સત્ય અને સત્યનો નિર્ણય થવો જોઈએ. એલોપેથીવાળા લોકોની સંખ્યા વધુ છે અને લાખો કરોડોનું સામ્રાજ્ય છે. તેમની પાસે ડોકટર અને હોસ્પિટલ વધુ છે, જેથી તેમની વાત વધુ સાંભળવામાં આવે છે. અમારી વાત સાંભળવામાં આવતી નથી.’

અંતિમ નિર્ણય સુધી લડાઈ લડીશું: રામદેવ
બાબા રામદેવ કહ્યું છે કે, ‘અમે દરિદ્ર નથી. અમારી પાસે ઋષિઓના જ્ઞાનનો વારસો છે, પરંતુ અમારી સંખ્યા ઓછી છે. અમે ડ્રગ માફિયાઓ સામે લડવા માટે તૈયાર છીએ. અમે નિર્ણય સુધી લડીશું. સુપ્રીમ કોર્ટનું માન હંમેશા રહેશે.’

કોર્ટે આપી હતી ચેતવણી
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની પીટે પતંજલિને ચેતવણી આપી હતી કે, ‘તેમની પ્રોડક્ટ બાબતે આ પ્રકારની ભ્રામક જાહેરાત કરવામાં આવશે, તો તેમના પર કરોડો રૂપિયાનો દંડ લાગી શકે છે. પતંજલિએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, પ્રેસમાં આ પ્રકારનું નિવેદન આપવામાં ના આવે.’

શું છે સમગ્ર મામલો?
આયુર્વેદે દાવો કર્યો હતો કે, તેમની પ્રોડક્ટ કોરોનિલ અને સ્વસારીથી કોરોનાનો ઈલાજ કરી શકે છે. આ દાવા પછી આયુષ મંત્રાલયે કંપનીને ફટકાર લગાવી હતી અને તેનું પ્રમોશન બંધ કરવાનું કહ્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ