ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બંધ થઇ જશે તમારું આયુષ્માન કાર્ડ! આજે જ પતાવી દો આ કામ, નહીંતર અટકી જશે સારવાર

photo-story

6 ફોટો ગેલેરી

કામની વાત / બંધ થઇ જશે તમારું આયુષ્માન કાર્ડ! આજે જ પતાવી દો આ કામ, નહીંતર અટકી જશે સારવાર

Last Updated: 09:22 AM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો e-KYCનું કામ અધૂરું ન રાખો. આધાર અને આયુષ્માન કાર્ડની વિગતોમાં ફેરફાર હોય તો સારવારનો લાભ લેવામાં મુશ્કેલી આવી શકે છે.

1/6

photoStories-logo

1. બંધ થઇ જશે તમારું આયુષ્માન કાર્ડ!

આયુષ્માન ભારત યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની સારવારનો લાભ મળે છે. પરંતુ માત્ર કાર્ડ બનાવી લીધું હોય એટલાથી કામ પૂરું થતું નથી. આધારની વિગતો બદલાઈ હોય અથવા e-KYC અધૂરી હોય તો કાર્ડની માહિતી અપડેટ કરવી જરૂરી બની શકે છે.ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા મોબાઇલથી ઘરે બેઠા પણ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આયુષ્માન કાર્ડમાં e-KYC કેમ જરૂરી છે?

જો તમારા આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અથવા લિંગ જેવી વિગતો અપડેટ કરવામાં આવી છે તો આયુષ્માન કાર્ડમાં પણ તે માહિતી યોગ્ય હોવી જરૂરી છે. બંને દસ્તાવેજોમાં માહિતી અલગ હોય તો લાભ લેતી વખતે વેરિફિકેશનમાં મુશ્કેલી આવી શકે છે. જૂના કાર્ડમાં e-KYC અધૂરી હોય અથવા સ્ટેટસ અપડેટ ન થયો હોય તો પણ e-KYC કરવાની જરૂર પડી શકે છે. તેથી કાર્ડ ધારકોએ સમયસર પોતાની વિગતો ચકાસી લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ફોટો અને અન્ય વિગતો પણ કરી શકો છો અપડેટ

આયુષ્માન કાર્ડમાં ફોટો સ્પષ્ટ ન હોય તો તેને પણ અપડેટ કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત મોબાઇલ નંબર, સંબંધ અને પિનકોડ જેવી માહિતીમાં ફેરફાર હોય તો જરૂરી મુજબ તેને સુધારી શકાય છે. e-KYC દરમિયાન આધાર સાથે મેળ ખાતી માહિતી જ દાખલ કરવી જરૂરી છે. ખોટી માહિતી આપવાથી વેરિફિકેશનની પ્રક્રિયામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મોબાઇલથી ઘરે બેઠા કેવી રીતે કરશો e-KYC?

સૌથી પહેલાં મોબાઇલમાં Ayushman App ઇન્સ્ટોલ કરો. એપ ખોલીને Loginમાં Beneficiary વિકલ્પ પસંદ કરો અને મોબાઇલ નંબર તથા OTPની મદદથી લોગિન કરો. ત્યારબાદ રાજ્ય, યોજના અને જિલ્લો પસંદ કરીને આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબરથી લાભાર્થીની વિગતો શોધો. પરિવારના જે સભ્યની e-KYC કરવાની છે તેના નામ સામે દેખાતા e-KYC અથવા Redo e-KYC વિકલ્પ પર ક્લિક કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. Aadhaar OTPથી પણ થઈ શકે છે વેરિફિકેશન

e-KYC માટે Aadhaar OTP, Face Authentication અને Fingerprint જેવા વિકલ્પો મળી શકે છે. Aadhaar OTP પસંદ કર્યા બાદ આધાર સાથે લિંક મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરવાનો રહેશે. વેરિફિકેશન બાદ એપમાં જરૂરી વિગતો અપડેટ કરી શકાય છે. ત્યારબાદ લાઇવ ફોટો લેવાનો હોય તો એપમાં જ ફોટો ક્લિક કરીને અપલોડ કરો અને બધી માહિતી ચકાસ્યા બાદ Submit કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. e-KYC નહીં કરો તો સારવારમાં શું મુશ્કેલી આવી શકે?

e-KYC અધૂરી હોય અથવા આધાર અને આયુષ્માન કાર્ડની વિગતોમાં મેળ ન હોય તો સારવારનો લાભ મેળવતી વખતે વેરિફિકેશનમાં અડચણ આવી શકે છે. ખાસ કરીને ઈમરજન્સીની સ્થિતિમાં આવી સમસ્યા વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. કેટલાક કિસ્સામાં હોસ્પિટલના ક્લેમની પ્રક્રિયામાં પણ સમસ્યા અથવા વિલંબ થઈ શકે છે. એટલે તમારું આયુષ્માન કાર્ડ છે તો તેની e-KYC સ્થિતિ અને વિગતો સમયસર ચકાસી લેવી સમજદારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Card Ayushman Bharat Ayushman Card eKYC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ