બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / ayurveda says you must avoid drinking milk during monsoon

Monsoon tips / આયુર્વેદ મુજબ ચોમાસામાં 'ઝેર' સમાન છે દૂધ પીવું: તમને પણ રોજ પીવાની ટેવ હોય તો જાણી લેજો આ વાત

Bijal Vyas

Last Updated: 03:11 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ પીવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ વરસાદની સિઝનમાં દૂધ પીવાની ના પાડવામાં આવે છે, આવો જાણીએ કેમ અને શું છે તેની પાછળનું લોજિક

  • વરસાદની સિઝનમાં દૂધ પીવાથી પેટ ખરાબ થઈ શકે છે
  • દૂધ પણ ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે
  • વરસાદમાં આ રીતે દૂધ પીઓ, ઝેર અમૃત બની જશે

Avoid Milk in monsoon: તમે સાંભળ્યું જ હશે કે ઘરના વડીલો વરસાદની મોસમમાં દૂધ પીવાની ના પાડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને આવું કેમ કહેવામાં આવે છે? હકીકતમાં, વરસાદની સિઝનમાં દૂધ પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. એટલું જ નહીં, તે તમારી આખી પાચનતંત્રને બગાડી શકે છે. દૂધ પણ ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. દૂધ પીવાથી પેટની સમસ્યા, એસિડિટી અને પેટ ખરાબ થઈ શકે છે. આ સિઝનમાં દૂધ પીવાથી શરીરને અનેક પ્રકારના નુકસાન થાય છે.

Topic | VTV Gujarati

શું વરસાદની સિઝનમાં દૂધ પીવાનુ યોગ્ય છે?
આયુર્વેદ અનુસાર વરસાદની સિઝનમાં દૂધ ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વરસાદ એ એકમાત્ર એવી ઋતુ છે જેમાં કીડા-મકોડા અને જીવજંતુઓની બ્રીડિંગ સિઝન છે. આવી સ્થિતિમાં ગાય અને ભેંસના ચારામાં ઝેરી જંતુઓ હોઈ શકે છે. જેને ખાવાથી પ્રાણીને ઇન્ફેક્શન લાગી શકે છે. જે પછી તમે દૂધ પીવાથી ફૂડ પોઈઝનિંગનો શિકાર બની શકો છો.

પેટ થઇ શકે છે ખરાબ 
આ સિઝનમાં દૂધ પીવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. હકીકતમાં, આ સિઝનમાં દૂધ પીવાથી ડાઇજેસ્ટિવ એજાઇમ્સને  નુકસાન થાય છે. આટલું જ નહીં તેના કારણે શરીરમાં અનેક રીતનું રિએક્શન પણ થઈ શકે છે. જો તમે કોઈપણ વસ્તુ ખાઓ છો તો તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે મેટાબોલિઝમ ધીમુ થઇ જાય છે.

હળદરવાળું દુધ પીવાના ફાયદા જાણશો તો આજથી જ શરુ કરશો | Amazing Health  Benefits Of Turmeric Milk

વરસાદમાં આ રીતે દૂધ પીઓ, ઝેર અમૃત બની જશે
વરસાદની સિઝનમાં પશુઓને રોગ થવાની સંભાવના વધુ રહે છે. આવી સ્થિતિમાં દૂધ પીવું તમારા શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે આવા હવામાનમાં દૂધ પીવાનું ટાળવું જોઈએ. જો તમને દૂધ પીવાની આદત હોય તો દૂધને બરાબર ગરમ કરો અને તેમાં એક ચપટી હળદર નાખો. આ દૂધ તમારા શરીર માટે ઝેર નહીં બને.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ